ટિકિટ માટે કંઈપણઃ નિલેશ રાણેનો મહાયુતીના એક પક્ષમાંથી બીજા પક્ષમાં કૂદકો
મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાજકારણની વિચિત્ર રમત જોવા મળી રહી છે. અહીં બે મોટા પ્રાદેશિક પક્ષોના ભાગલા પડ્યા છે અને તેમણે ભાજપ અને કૉંગ્રેસ સાથે યુતી કરી બે મોટા ગઠબંધન બનાવ્યા છે જે એકબીજા સામે ચૂંટણીનો જંગ લડશે. હવે આટલું ઓછું હોય તેમ એક ગઠબંધનના બે પક્ષો વચ્ચે પણ ખેંચતાણ ચાલી રહી છે અને તેમાં પણ ટિકિટ ઈચ્છુકો એક પક્ષમાંથી બીજા પક્ષમાં ઠેકડા મારવા લાગ્યા છે. ગઈકાલે અજિત પવારની એનસીપીના અમુક નારાજ ટિકિટ ઈચ્છુકોએ સાગર બંગલા ખાતે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને ત્યાં રીતસરની ભીડ જમાવી હતી. તો હવે ભાજપના જ એક મોટા નેતાના પુત્રએ મહાયુતીના જ એક પક્ષ શિવસેના (શિંદે)માં પ્રવેશ કરવાની જાહેરાત કરી છે.
ભાજપના સાંસદ નારાયણ રાણેના પુત્ર અને પૂર્વ સાંસદ નિલેશ રાણેએ મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનામાં જોડાવાનો નિર્ણય કર્યો છે. રાણેએ પત્રકાર પરિષદ યોજીને પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો. આવતીકાલે તેઓ શિવસેનાનો ઝંડો હાથમાં લેશે. સીટ ફાળવણીમાં કુડાલ વિધાનસભા સીટ શિવસેનાને મળી છે અને નિલેશ રાણે ત્યાંથી ચૂંટણી લડવા માગે છે તેથી તેણે આમ કર્યુ હોવાનું સમજી શકાય છે.
Also Read – ટિકિટ માટે કંઈપણઃ નિલેશ રાણેનો મહાયુતીના એક પક્ષમાંથી બીજા પક્ષમાં કૂદકો
જોકે નિલેશ રાણેનો આ ચોથો પક્ષપલટો છે. 19 વર્ષ પહેલા શિવસેના જ્યારે એક હતી અને બાળ ઠાકરે તેનું સંચાન કરતા હતા ત્યારે તેણે પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. શિવસેના છોડ્યા બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયો હતો. ત્યાંથી સાંસદ પણ બન્યો. ત્યારબાદ પિતા નારાયણ રાણે દ્વારા રચિત મહારાષ્ટ્ર સ્વાભિમાન પાર્ટીમાં જોડાયો. બાદમાં રાણેએ આ પાર્ટીને ભાજપમાં ભેળવી દીધી. જેથી નિલેશ પણ ભાજપમાં જોડાઈ ગયો. હવે તેઓ શિવસેનામાં પાછો ફરી રહ્યો છે.
બીજી બાજુ નિલેશનો ભાઈ નિતેશ ભાજપનો વિધાનસભ્ય છે અને પિતા નારાયણ રામે ભાજપના સાંસદ છે ત્યારે હવે એક પરિવારમાં બે પક્ષના સભ્યો રહશે, તેવો ઘાટ ઘડાયો છે.
રાણેએ પત્રકાર પરિષદમાં કહ્યું કે હું કાર્યકરો સાથે ભાજપમાં જોડાયો અહીં મને પ્રેમ અને માન મળ્યું અને શિસ્ત શિખવા મળ્યું. જોકે તેણે એમ પણ કહ્યું કે યુતી હોય ત્યારે અમુક નિયમો પાળવા પડે, આથી હવે હું શિવસેના (શિંદે)માં આવ્યો છું અને વિધાનસભાની ચૂંટણી લડીશ અને જીતી બતાવીશ.
મહાયુતીમાં થયેલી સિટ શેરિંગમાં કુડાલની બેઠક શિંદેસેનાના ભાગમાં આવી હોવાથી નિલેશે આ નિર્ણય લીધો હોવાનું દેખાઈ આવે છે ત્યારે શિંદે સેનાના ટિકિટ ઈચ્છુોકમાં નારાજગી જોવા મળશે તે નક્કી છે.