પશ્ચિમ રેલવેમાં આવતીકાલે નાઈટ બ્લોકઃ ટ્રેનસેવા પર થશે અસર
મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં વાનખેડે નજીકના ફૂટઓવર બ્રિજ (એફઓબી)ના મુખ્ય ગર્ડરને ડી-લોન્ચિંગને કારણે આવતીકાલે રાતના 1.10 વાગ્યાથી વહેલી સવારના 4.10 વાગ્યા સુધી ત્રણ કલાકનો બ્લોક રહેશે, જેથી ટ્રેનસેવા પર અસર થશે.
આવતીકાલે વિરાર-ચર્ચગેટ લોકલ 11.49 વાગ્યે રવાના કરવામાં આવશે, પરંતુ મુંબઈ સેન્ટ્રલમાં આ ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. ઉપરાંત, આવતીકાલે વિરાર-ચર્ચગેટ લોકલ વિરારથી 11.30 વાગ્યે ઉપડશે, જે વિરારથી ચર્ચગેટની લાસ્ટ લોકલ હશે.
12મીના રાતના 12.10 વાગ્યાની બોરીવલી-ચર્ચગેટ લોકલ મુંબઈ સેન્ટ્રલમાં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. 12મી મેના રાતના 12.30 વાગ્યે બોરીવલી-ચર્ચગેટ લોકલ, વિરાર-ચર્ચગેટ રાતના 12.05 રવાના કર્યા બાદ મુંબઈ સેન્ટ્રલમાં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. 12મી મેના ચર્ચગેટથી પહેલી વિરાર લોકલ મુંબઈ સેન્ટ્રલથી સવારના 4.15 વાગ્યે રવાના થશે. ચર્ચગેટ બોરીવલીની 4.18 લોકલ મુંબઈ સેન્ટ્રલથી 4.28 વાગ્યે રવાના થશે.