આમચી મુંબઈ
આગ્રીપાડામાં 70 લાખના ડ્રગ્સ સાથે નાઇજીરિયન મહિલા પકડાઇ

મુંબઈ: મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) આગ્રીપાડા વિસ્તારમાંથી 70 લાખ રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડી નાઇજીરિયન મહિલાની ધરપકડ કરી હતી. મહિલાની ઓળખ ઇમા સ્ટેલા ઉર્ફે ટ્રેઝર પિટર (34) તરીકે થઇ હોઇ તે ભારતમાં ગેરકાયદે વસવાટ કરતી હોવાનું તપાસમાં જણાયું હતું.
એએનસીના વરલી યુનિટનો સ્ટાફ બુધવારે આગ્રીપાડા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે એમ.સી.એ. રોડ પર નાઇજીરિયન મહિલા પર તેમની નજર પડી હતી.
આ પણ વાંચો :ફડણવીસને સિરે તાજ સજશે કે ભાજપ આપશે સરપ્રાઈઝ? મુંબઈથી દિલ્હી સુધી હલચલ તેજ
મહિલાની હિલચાલ શંકાસ્પદ જણાતાં તેને તાબામાં લેવામાં આવી હતી. મહિલાની તલાશી લેવાતાં 70 લાખ રૂપિયાની કિંમતનું 350 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. આથી મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી.