આ સપ્તાહે ૨૦૦થી વધુ કંપની પરિણામ જાહેર કરશે
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: આ સપ્તાહે ૨૦૦ કંપની પરિણામ જાહેર કરશે. માર્ચ ક્વાર્ટરના પરિણામોને આધારે બજારમાં શેરલક્ષી કામકાજ જોવા મળશે. અલ્ટ્રાટેક સિમેન્ટ, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ, કોલ ઇન્ડિયા, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, ટાઇટન કંપની અને કોટક મહિન્દ્રા બેન્ક જેવી નિફ્ટી-૫૦ બેન્ચમાર્કમાની કંપનીઓ સહિત ૨૦૦થી વધુ કંપનીઓ આ સપ્તાહે ત્રિમાસિક પરિણામો જાહેર કરશે.
આ ઉપરાંત ઈન્ડસ ટાવર્સ, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, અદાણી પાવર, અંબુજા સિમેન્ટ્સ, એવન્યુ સુપરમાર્ટ્સ, ટાટા ટેક્નોલોજી, જના સ્મોલ ફાઈનાન્સ બેન્ક, કેપીઆઈટી ટેક્નોલોજી, પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ, પૂનાવાલા ફિનકોર્પ, અદાણી એનર્જી સોલ્યુશન્સ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, હેવેલ્સ ઈન્ડિયા, બ્લુ સ્ટાર, કોફોર્જ, ડાબર ઈન્ડિયા, ફેડરલ બેંક, ગોદરેજ પ્રોપર્ટીઝ, જેએસડબલ્યુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અને આઇડીબીઆઇ બેંક પણ સપ્તાહ દરમિયાન તેમની ત્રિમાસિક કમાણી જાહેર કરશે.
આ ચાર સત્રના સપ્તાહમાં, ફેડરલના વ્યાજ દરના નિર્ણય, કોર્પોરેટ કમાણી, માસિક ઓટો વેચાણ ડેટા અને ઉત્પાદન પીએમઆઇ ડેટા પર ધ્યાન કેન્દ્રિત કરીને, બજાર હકારાત્મક પૂર્વગ્રહ સાથે મજબૂત થવાની અપેક્ષા છે. ચાલુ અર્નિંગ સિઝનને ધ્યાનમાં રાખીને વધુ શેરલક્ષી કામકાજમાં વ્યસ્ત રહેશે.