ડોંબિવલીના ત્રણ કઝિનના ઘરે પહોંચી એનઆઇએની ટીમ

મુંબઈ: પહલગામમાં આતંકવાદીઓએ પર્યટકો પર કરેલા હુમલામાં મૃત્યુ પામેલા ડોંબિવલીના ત્રણ કઝિનના ઘરે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ની ટીમ પહોંચી હતી અને તેમના પરિવારજનોની પૂછપરછ કરી હતી.
કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં પહલગામ ખાતે મંગળવારે બપોરે આતંકવાદીઓએ કરેલા હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા.
આ પણ વાંચો: એનઆઇએના ખાલિસ્તાની આતંકવાદી ગોલ્ડી બ્રાર સાથે જોડાયેલા અનેક સ્થળો પર દરોડા
એનઆઇએની ચાર સભ્યની ટીમ ગુરુવારે ડોંબિવલી પશ્ચિમમાં અતુલ મોને, હેમંત સુભાષ જોશી અને સંજય લક્ષ્મણ લેલેના ઘરે ગઇ હતી. એનઆઇએની ટીમે ત્રણેય મૃતકોના પરિવારજનો સાથે વાતચીત કરી હતી.
ત્રણેય કઝિનના મૃતદેહને બુધવારે સાંજે ડોંબિવલીમાં લાવવામાં આવ્યા હતા અને બાદમાં તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. એનઆઇએ આતંકવાદી હુમલાની તપાસમાં જમ્મુ-કાશ્મીર પોલીસને સહાય પૂરી પાડી રહી છે. (પીટીઆઇ)