ન્હાવાશેવામાં રૂ. 4.11 કરોડના યુઝ્ડ લેપટોપ, કમ્પ્યુટર પાર્ટસ જપ્ત
મુંબઈ: ન્હાવાશેવા ખાતેથી કસ્ટમ્સ વિભાગે રૂ. 4.11 કરોડની કિંમતના 4,600 યુઝ્ડ લેપટોપ અને વિવિધ બ્રાન્ડના 1,000થી વધુ કમ્પ્યુટરના પાર્ટસ જપ્ત કર્યાં હતાં.
નવી મુંબઈમાં જવાહરલાલ નેહરુ કસ્ટમ હાઉસ ખાતે સ્પેશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચે તાજેતરમાં આ કાર્યવાહી કરી હતી. ઇલેક્ટ્રોક્સિ માલોનું ક્ધસાઇનમેન્ટ યુએઇથી લાવવામાં આવ્યું હતું. સપ્લાયર હોંગકોંગનો છે.
ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની પોલિસી અનુસાર યોગ્ય અધિકૃતિ વિના આવા માલોની આયાત પર પ્રતિબંધ છે. યુઝ્ડ લેપટોપ ઇનલેન્ડ ક્ધટેઇનર ડેપો, પતપરગંજ દિલ્હી થકી મધરબોર્ડ કેસિંગ વગેરે જાહેર કરીને દાણચોરીથી લવાયાં હતાં. બાદમાં મુંબઈ અને દિલ્હીમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને માસ્ટરમાઇન્ડ કમ આયાતી કંપનીના માલિકની ધરપકડ કરાઇ હતી.
આયાતકારના સંકુલમાંથી 27.37 લાખની રોકડ પણ જપ્ત કરવામાં આવી હતી. આ અંગે તપાસ કરવામાં આવી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.