લાંચ કેસમાં NHAIના પ્રોજેક્ટ મેનેજરની ધરપકડ, ખાનગી કંપની પાસેથી લાંચ લેવાનો આરોપ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈમહારાષ્ટ્ર

લાંચ કેસમાં NHAIના પ્રોજેક્ટ મેનેજરની ધરપકડ, ખાનગી કંપની પાસેથી લાંચ લેવાનો આરોપ

નાગપુર: સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ નેશનલ હાઈવે ઓથોરિટી ઑફ ઈન્ડિયા (NHAI)ના વરિષ્ઠ અધિકારી અરવિંદ કાલેની નાગપુરમાંથી ધરપકડ કરી છે. તેમના પર આરોપ છે કે તેમણે પેન્ડિંગ બિલ ક્લિયર કરવા માટે કુલ રકમમાંથી 20 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. CBI ભોપાલ અને નાગપુરમાં પાંચ સ્થળોએ સર્ચ કરી રહી છે.

NHAIના પ્રોજેક્ટ ડાયરેક્ટર અરવિંદ કાલેએ કથિત રીતે એક ખાનગી કંપની પાસેથી લાંચ લીધી હતી. કાલેની ધરપકડ બાદ સર્ચ ઓપરેશન દરમિયાન સીબીઆઈએ 45 લાખ રૂપિયાની રોકડ રિકવર કરી હતી. કાલે અને ખાનગી કંપની સહિત અન્ય 11 સામે કેસ નોંધવામાં આવ્યો છે.

એક વર્ષમાં આ બીજી NHAના અધિકારીની ધરપકડ છે. ગયા વર્ષે જુલાઈમાં CBIએ રેલવેના ડેપ્યુટી ચીફ એન્જિનિયર, NHAIના ડેપ્યુટી જનરલ મેનેજર અને કેટલાક અન્ય લોકોની લાંચના કેસમાં ધરપકડ કરી હતી.

મધ્યપ્રદેશમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ જેમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૩૦ને પહોળો કરવા અને રેલવે ઓવરબ્રિજ બનાવવાના પ્રોજેક્ટ સાથે સંકળાયેલી એક ખાનગી પેઢી પાસેથી કથિત રીતે લાંચ માંગવા બદલ ભોપાલના હબીબગંજ ખાતે નિયુક્ત પશ્ચિમ મધ્ય રેલવેના ડેપ્યુટી ચીફ એન્જિનિયર અને કટનીમાં તૈનાત NHAIના DGMની ધરપકડ કરી હતી.

Back to top button