‘ન્યૂ યોર્કથી ચંદીગઢની ડાયરેક્ટ બસ સેવા શરૂ થઇ હોય એવું લાગે છે’ ઈન્સ્ટાગ્રામ યુઝરે આવું કેમ કહ્યું | મુંબઈ સમાચાર

‘ન્યૂ યોર્કથી ચંદીગઢની ડાયરેક્ટ બસ સેવા શરૂ થઇ હોય એવું લાગે છે’ ઈન્સ્ટાગ્રામ યુઝરે આવું કેમ કહ્યું

મુંબઈ: એક ભારતીય ટ્રાવેલ વ્લોગરે ઈન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કર્યો છે, વિડીયોમાં તેણે જણાવ્યું કે ન્યુયોર્કથી ચંડીગઢની ડાયરેક્ટ બસ સર્વિસ શરુ કરવામાં આવી છે, આ વિડીયો અંગે ઈન્ટરનેટ પર ચર્ચા થઇ છે.

વિડીયોમાં જોવા મળે છે કે ન્યૂ યોર્કથી ન્યૂ જર્સી જતી બસમાં સવાર લગભગ તમામ મુસાફરો ભારતીયો છે, ન્યુયોર્કમાં ભારતીયોથી ભરેલી બસ જોઈને વ્લોગરને આશ્ચર્ય થયું અને વિડીયો શેર કરીને લખ્યું ‘ન્યુયોર્કથી ચંડીગઢ’ની બસ.

ઈન્સ્ટાગ્રામ યુઝર નીતીશ અદ્વિતીયએ શેર કરેલા વિડીયોમાં જોવા મળે છે કે બસની લગભગ તમામ સીટ પર ભારતીયો બેઠેલા છે. વોઈસ ઓવરમાં જણાવવામાં આવે છે કે આજુબાજુ બેઠેલા લોકો હિન્દી, ગુજરાતી અને પંજાબી બોલી રહ્યા છે.

આપણ વાંચો: દિલ્હીમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિને મોતને ઘાટ ઉતાર્યોઃ ઈન્સ્ટાગ્રામના મેસેજથી ખુલાસો

નીતીશે મજાકમાં વિડીયો પર લખ્યું “ન્યૂ યોર્કથી ચંદીગઢ -ડાયરેક્ટબસ સર્વિસ”. તેણે જણાવ્યું કે એવું લાગી રહ્યું છે કે તે ન્યુયોર્કથી ન્યુ જર્સી નહીં પણ ચંડીગઢ જઈ રહ્યો હોય એવું લાગે છે.

શેર કરવામાં આવેલા વિડીયો સાથેના કેપ્શનમાં નીતિશે લખ્યું, “ન્યુ જર્સીમાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે, ખાસ કરીને મિડલસેક્સ કાઉન્ટી, એડિસન અને ઇસેલિનમાં ભારતીય સમુદાય રહે છે, જેને ઘણીવાર ‘લિટલ ઇન્ડિયા’ તરીકે ઓળખવામાં આવે છે. ન્યૂ યોર્ક મેટ્રોપોલિટન વિસ્તારમાં પણ ભારતીય અમેરિકનોની મોટી સંખ્યામાં રહે છે.”

ઇન્સ્ટાગ્રામ પર આ રીલ વાયરલ થઇ રહી છે. કમેન્ટ સેક્શનમાં ઘણી પ્રતિક્રિયાઓ મળી રહી છે. એક યુઝરે મજાકમાં લખ્યું, “આ ન્યૂ જર્સી નથી, પણ આ ન્યુ ઇન્ડીયા છે.” અન્ય એક યુઝરે લખ્યું, “આ બસમાં દિલ્હીની ડીટીસી કરતા વધુ ભારતીયો છે.”

અન્ય એક યુઝરે લખ્યું, “એક વાર ઉત્તરપૂર્વીય વિસ્તારની મુલાકાત લો. થોડા સમય પછી, તમને એવું લાગશે કે તમે મુંબઈ યુનિવર્સિટીમાં છો.”

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button