આમચી મુંબઈ

નવા વર્ષમાં દિવાળીઃ CM શિંદેએ 22 જાન્યુ.એ રાજ્યના તમામ મંદિરોને રોશનીથી સજાવવાનો આપ્યો આદેશ

મુંબઇઃ અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દેશભરના લોકો આ મહાન પ્રસંગને માણવા આતુર છે. આ પ્રસંગે આખા શહેરને ભવ્ય રીતે શણગારવામાં આવી રહ્યું છે, ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આખા રાજ્યના મંદિરોની 22મી જાન્યુઆરીના લાઈટિંગથી સજાવવાનો આદેશ આપ્યો હતો.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે મુંબઈના પાલિકા કમિશનરને અહીંના મંદિરો અને ઈમારતોને સુશોભિત લાઈટોથી પ્રકાશિત કરવા અને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામ મંદિરના અભિષેકના દિવસે “દિવાળીની ઉજવણી” કરવા જણાવ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને 6,000થી વધુ લોકો યુપીના અયોધ્યા ખાતેના અભિષેક સમારોહમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.

મુંબઈમાં સ્વચ્છતા અભિયાનમાં બોલતા સીએમ શિંદેએ જણાવ્યું હતું કે રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થશે. હું બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) કમિશનરને સમગ્ર મુંબઈ શહેરમાં દિવાળીના માફક ઉજવણી કરવા અપીલ કરું છું. ત્યાં પુષ્કળ લાઇટિંગ થવા દો. મુંબઈના તમામ મંદિરો અને ઈમારતો પર. મહારાષ્ટ્રના તમામ ભાગોએ 22 જાન્યુઆરીએ દિવાળી જેવા ઉત્સાહ સાથે ઉજવણી કરવી જોઈએ,” એમ મુખ્ય પ્રધાન શિંદેએ એક પ્રશ્નના જવાબમાં પત્રકારોને જણાવ્યું હતું.

શિંદેએ એમ પણ જણાવ્યું હતું કે, રામ મંદિર સ્વ. બાળાસાહેબ ઠાકરેનું સ્વપ્ન હતું. મોદીજીએ રામ મંદિર બનાવવાનું સ્વપ્ન સાકાર કર્યું. પીએમ મોદી જે બોલે છે, તેને વાસ્તવિક બનાવવાની ખાતરી આપે છે. પછી તે રેલવે હોય કે એરપોર્ટ, તેઓ તેમના વચનોને અમલમાં મૂકે છે. દરેક વ્યક્તિ મોદીની ગેરંટી સ્વીકારે છે.

તેમણે કરોડો ભારતીયોના સપના અને બાળાસાહેબ ઠાકરેની અયોધ્યામાં રામ મંદિરની ઈચ્છાને સાકાર કરવા બદલ પીએમ મોદીનો આભાર માન્યો હતો. શિંદેએ કહ્યું હતું કે હાલમાં દેશમાં કામ કરતી એકમાત્ર ગેરંટી પીએમ મોદીની ગેરંટી છે. ત્રણ રાજ્યો (મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ)ની તાજેતરની વિધાનસભા ચૂંટણીના પરિણામોએ તે સાબિત કર્યું છે.

જ્યારે તેમને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે શું રામ મંદિરના ઉદ્ઘાટનનો રાજકીય લાભ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે તેમણે જવાબ આપતા જણાવ્યું હતું કે રામ મંદિર દેશના કરોડો લોકોની આસ્થાનો મુદ્દો છે. તે ક્યારેક રાજકીય મુદ્દો હોઇ શકે નહીં. જેઓ ઘરે બેસીને કામ કરવા માટે જાણતા હતા, તેઓ કાયમ ઘરે બેસી જશે. તેમને સખત સંદેશ મળી જશે. મતદારો તરફથી તેમને મજબૂત સંદેશ મળશે, એમ તેમણે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે આવા લોકોએ રામ મંદિર પર કોઈ ટિપ્પણી કરતા પહેલા યોગ્ય રીતે વિચારવું જોઈએ.

મુંબઇમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા અને તેને સ્વચ્છ બનાવવા સરકારની ચાલી રહેલી ઝુંબેશના ભાગરૂપે મુંબઈમાં 10 સ્થળોએ ઊંડી સફાઈની પહેલ હાથ ધરવામાં આવી હતી, જેમાં રિસાયકલ કરેલ પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પહેલમાં સીએમ શિંદેએ પણ ભાગ લીધો હતો.

આ પહેલ અંતર્ગત બીચ, મોટા અને નાના રસ્તાઓ, જાહેર શૌચાલયો અને અન્ય સ્થળોની સફાઈ હાથ ધરવામાં આવી છે. સીએમ શિંદેએ આ સ્વચ્છતા અભિયાનને રાજ્યોના તમામ ભાગોમાં લઈ જવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. શિંદેએ જણાવ્યું હતું કે તેમની સરકાર આ અભિયાનના ભાગરૂપે રસ્તાના સમારકામને પણ પ્રોત્સાહિત કરી રહી છે. જો ત્યાં કેટલાક ખાલી પ્લોટ હોય તો અર્બન ફોરેસ્ટ જેવો કન્સેપ્ટ અમલમાં મૂકવા હાકલ કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button