આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર સરકાર માટે નવી મુશ્કેલીઃ હવે આ સંગઠને હડતાળ પર જવાની ચેતવણી આપી

મુંબઈ: ચૂંટણી પૂર્વે મહારાષ્ટ્ર સરકારની એક પછી એક મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે, જેમાં અનામત મુદ્દે એકબાજુ સરકારને સંગઠનો બાનમાં લઈ રહ્યા છે ત્યારે ડોક્ટરના સંગઠને નવી ચીમકી આપીને મુશ્કેલી વધારી છે. પગારવધારો, બાકી ભથ્થાં, છાત્રાલયોની સ્થિતિ અંગે સતત ફોલોઅપ છતાં સરકાર પાસે માંગણીઓ સંતોષતી નહીં હોવાથી રેસિડેન્ટ ડોકટરનું કેન્દ્રીય સંગઠન ‘માર્ડ’એ ૭ ફેબ્રુઆરીના બુધવારથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. આ હડતાળમાં રાજ્યની તમામ સરકારી કોલેજોના રેસિડેન્ટ ડોક્ટર ભાગ લેશે.

રેસિડન્ટ ડોકટરની માંગણીઓને સરકાર ગંભીરતાથી લેતી ન હોવા અંગે સંગઠને ખેદ વ્યક્ત કર્યો છે. વિદેશથી આવતા વિદ્યાર્થીઓની વધતી સંખ્યાને કારણે દરેક મેડિકલ કોલેજમાં હોસ્ટેલમાં જગ્યાની અછત છે. તેથી, માર્ડ વારંવાર હોસ્ટેલની સંખ્યા વધારવાની માંગ કરી રહ્યું છે, પરંતુ સરકાર માત્ર આશ્વાસન આપવા સિવાય કોઈ નક્કર પગલાં લઈ રહી નથી. ટ્યુશન ફી પણ સમયસર મળતી નથી. ઘણી વાર ટ્યુશન ફી કેટલાક મહિનાઓથી પેન્ડિંગ હોય છે.

જાન્યુઆરી ૨૦૨૩માં રેસિડેન્ટ ડોક્ટરો વિવિધ માંગણીઓ માટે હડતાળ પર ઉતર્યા હતા. ત્યારે તમામ માંગણીઓ સ્વીકારવામાં આવશે તેવી બાંહેધરી મળતા હડતાળ સમેટી લેવામાં આવી હતી, પરંતુ એક વર્ષ થવા છતાં સરકારે કોઈ નક્કર કાર્યવાહી કરી નથી. હવે, રેસિડન્ટ ડોકટર્સે સરકારને ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ તાત્કાલિક સંતોષવામાં નહીં આવે તો ૭ ફેબ્રુઆરીથી રાજ્યવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવશે.

ડોક્ટરોની મહત્ત્વની માંગણીઓમાં ખાસ કરીને વરિષ્ઠ નિવાસી ડોકટરો માટે હોસ્ટેલની સુવિધા -સ્ટાઈપેન્ડની રકમનું નિયમન, બાકી રકમની ચુકવણી તેમ જ સ્ટાઈપેન્ડમાં વધારાની છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker