આમચી મુંબઈટોપ ન્યૂઝ

OMG: મધ્ય રેલવેમાં નવું ટાઈમ ટેબલ ‘આ’ તારીખથી અમલી, હાલાકી વધશે કે ઘટશે?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ પશ્ચિમ રેલવેની માફક મધ્ય રેલવેમાં નવું ટાઈમ ટેબલ અમલી બનશે, પરંતુ મધ્ય રેલવેના વ્યસ્ત કોરિડોરને કારણે લોકલ ટ્રેનોનું શેડયૂલ દર બીજા દિવસે ખોટકાય છે. લોકલ ટ્રેનોની સાથે લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેન, ગૂડસ ટ્રેનોના ટાઈમટેબલને કારણે સૌથી મોટી મુશ્કેલ સબર્બનની લોકલ ટ્રેનોમાં મુશ્કેલી પડી રહી છે. નવી લાઈન નાખવાની સાથે ટેક્નિકલ ફેઈલ્યોર અને અકસ્માતોને કારણે ટ્રેનોનું શેડયૂલ ખોટકાયું હોવાથી ટ્રેનોમાં ટ્રાવેલ કરવામાં હાલાકી વધી છે, તેમાંય વળી પાંચમી તારીખથી નવું ટાઈમટેબલ અમલી બનતા પ્રવાસીઓની મુશ્કેલી ઘટે તો રાહત થાય એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

મધ્ય રેલવેમાં સીએસએમટીના બદલે દાદરથી 20 ફાસ્ટ લોકલ ટ્રેન શરુ થશે, જેથી પશ્ચિમ રેલવેમાંથી ટ્રાવેલ કરનારા પ્રવાસીઓને પણ લોકલ ટ્રેનમાં સીટ મળવાના ચાન્સ રહેશે. સીએસએમટીના બદલે દાદરથી ટ્રેનો ઉપાડવાને કારણે સીએસએમટીમાં પ્રવાસીઓની ભીડ ઓછી થશે. આ ફાસ્ટ લોકલ ટ્રેનોને હાલના અગિયાર નંબરના પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ રહેશે.

આ પણ વાંચો : હાડમારી પછી રાહતના સમાચારઃ પશ્ચિમ રેલવેમાં ‘આ’ તારીખથી નવું ટાઈમટેબલ અમલી…

83 જેટલી લોકલ ટ્રેનના ટાઈમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. 24 દાદરથી ઉપડતી (ટર્મિનેટ) લોકલ ટ્રેનોને હવે પરેલ સુધી એસ્ટેન્ડ કરવામાં આવી છે, જ્યારે છ થાણેથી ઉપડતી (ટર્મિનેટ) થનારી ટ્રેનોને કલ્યાણ સુધી લંબાવવામાં આવી છે. પાંચમી ઓક્ટોબરથી અમલી બનનારા નવા ટાઈમટેબલમાં 10 નવી ટ્રેનોને થાણે અને કલ્યાણ વચ્ચે શરુ કરવામાં આવ્યો છે.
મોડી રાતની છેલ્લી લોકલ ટ્રેનોની વાત કરીએ તો કર્જત (એસ વન)ની સીએસએમટીથી રાતના 12.12 વાગ્યે ઉપલબ્ધ રહેશે, જ્યારે કસારા (એન વન) રાતના 12.08 વાગ્યાની રહેશે. પીક અવર્સમાં અમુક ફાસ્ટ લોકલ ટ્રેનોને હવે મુમ્બ્રા અને કલવા હોલ્ટ રહેશે. મોર્નિંગ પીકમાં કલવામાં (ટ્રેન નંબર એ20 સવારના 8.56) અને મુમ્બ્રામાં (ટ્રેન નંબર એએન-8) સવારના 9.23 વાગ્યાના સુમારે હોલ્ટ રહેશે.

ગાંધી જયંતીની રજા, પ્રવાસીઓ માટે બની સજા
આજે બીજી ઓક્ટોબરના ગાંધી જયંતીની રજાના દિવસે રવિવારના ટાઈમટેબલ પ્રમાણે લોકલ ટ્રેનો દોડાવવાને કારણે સવારથી લોકલ ટ્રેનોનું શેડયૂલ ખોરવાયું હતું. લોકલ ટ્રેનો એક કલાકથી વધુ સમય મોડી દોડવાને કારણે પ્રવાસીઓએ રેલવે પ્રશાસન પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત, મંગળવારે રાતના સાત વાગ્યાના સુમારે કલ્યાણ-ઠાકુર્લી વચ્ચે ઓવરહેડ વાયરમાં ખામીને કારણે લોકલ ટ્રેનોની સર્વિસ ખોડંગાઈ હતી. રાતના લોકલ ટ્રેનો એક કલાકથી વધુ મોડી દોડવાને કારણે પ્રવાસીઓને ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button