બીજાનાં વાકે દંડાતા સામાન્ય ખાતેદારોની આપવીતી આપણી પણ ઊંઘ હરામ કરી દે તેવી છે…
![After the restrictions imposed by RBI on New India Bank yesterday, the depositors have lost their sleep.](/wp-content/uploads/2025/02/new-india-cooperative-bank-dadar-1.webp)
મુંબઈઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ માન્યતા આપી હોય તેવી એક યા બીજી બેંક પર ભરોસો કરી આપ મે બધાએ આપણી પરસેવો પાડી કમાયેલી મૂડી આપણા ખાતામાં મૂકી હશે. કરન્ટ અકાન્ટ કે સેવિગ્સ અકાઉન્ટમાં પૈસા હશે, ડિપોઝિટ મૂકી હશે. ભલે ઓછું વ્યાજ મળે, ધક્કા ખાવા પડે તો પણ મોટેભાગે બીજે ક્યાંય રોકાણ કરવા કરતા બેંકમાં પૈસા રોકવાની માનસિકતા ભારતના કરોડો પરિવારની છે, પરંતું જ્યારે જ્યારે એકાદ બેંક ફડચામાં જાય, તેના કોઈ ગોટાળા બહાર આવે ત્યારે ભલે આપણું ખાતું એ બેંકમાં હોય કે ન હોય, આપણે પણ ચિંતામાં મૂકાઈ જઈએ છીએ.
Also read : ‘મુંબઈ સમાચાર ગ્લોબલ ગુજરાતી આઈકન એવોર્ડ-દ્વિતીય’ ફરી ધૂમ મચાવશે દુબઈમાં
ન્યૂ ઈન્ડિયા બેંક પર ગઈકાલે આરબીઆઈએ લગાવેલા નિયંત્રણો બાદ ખાતેદારોની ઊંઘ હરામ થી ગઈ છે. તેમનામાંથી અમુકની આપવીતી સાંભળશો ત્યારે સમજાશે કે એક નાનકડી બેંક પણ જો આ રીતે મુશ્કેલીમાં આવી જાય તો કેવી હાલત સામાન્ય ખાતેદારોની થતી હોય છે.
ઘરનું ભાડું કેમ ભરું
અંધેરી પૂર્વમાં ચાલમાં રહેતી સામાન્ય પરિવારની મહિલા માટે ઘરની છત અઘરી બની ગઈ છે. અહીં એક ચાલ રિડેવલપમેન્ટમાં ગઈ છે અને બિલ્ડરે આપેલા ભાડના પૈસા મહિલાએ આ બેંકના પોતાના ખાતામાં રાખ્યા હતા. રિક્ષા ચલાવતા દિવ્યાંગ દીકરા સાથે રહેતી મહિલા જૂના કપડા એકઠા કરી તેને ફરી વેચવાનું કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે. ચાલી રિડેવલપમેન્ટમાં ગઈ હોવાથી બીજી જગ્યાએ રૂ. 20,000 ભાડું આપી રહે છે. મા-દીકરાની આવકમાં ઘર માંડ ચાલતું હોય, ભાડાના પૈસા આપવા કઈ રીતે તે સવાલ છે. પૈસા બેંકમાં છે, પરંતુ તે કાઢી શકાતા નથી, તેથી લાચાર સ્થિતિમાં આવી ગયા હોવાનું મહિલાએ જણાવ્યું હતું.
પત્નીનું નિધન થયું અને…
અન્ય એક ખાતેદારની પત્નીનું નિધન થોડા દિવસ પહેલા થયું. દીકરો માતાના અસ્થિ વિસર્જન માટે પ્રયાગરાજ જવા નીકળ્યો અને ગઈકાલે બેંક વિશે માહિતી બહાર આવી. ખાતેદારના કહેવા અનુસાર પત્નીના નામે તો માત્ર રૂ. 15,000 છે, પરંતુ દીકરાના ખાતામાં લાખો રૂપિયા છે. દીકરાને આ વાતની જાણ પણ કરી નથી કારણ કે તે ત્યાં એકલો છે અને જાણીને ચિંતામાં મૂકાશે.
આવી જ રીતે એક ખાતેદારે કહ્યું કે બહેનના સસરાની તબિયત સારી ન હોવાથી બધા નાશિક જવાનો વિચાર કરતા હતા, પરંતુ બેંક વિશે આ માહિતી મળતા બધુ રદ કરી શાખાની બહાર આવી ઊભા છીએ. બહેનના પણ બે લાખ રૂપિયા અહીં જમા છે.
આવા કેટલાય ખાતેદારો સાથે મુંબઈ સમાચારે વાત કરી છે, જેમની જીવનપૂંજી આ બેંકમાં છે અને તેઓ પાસે હવે રઝળપાટ સિવાય બીજો કોઈ ચારો નથી.
Also read : 65થી વધુ વય ધરાવતા રિક્ષા ડ્રાઈવર્સ માટે મહાયુતિ સરકારે કરી મોટી જાહેરાત
અગાઉ પંજાબ નેશનલ બેંક અને યેસ બેંકના કિસ્સામાં પણ આ રીતે ખાતેદારો હેરાન થયા હતા ત્યારે આરબીઆઈ અને કેન્દ્ર સરકારે બેંકના કોઈપણ જાતના ગેરવ્યવહાર કે નુકસાનના કેસમાં ખાતેદારોને નાણા કેમ મળી રહે અને તેમની સુરક્ષા કેમ જળવાઈ રહે તે અંગે કંઈક પગલાં લેવા જરૂરી છે.