New India Co-Oprative Bankમાં છે તમારું બેંક એકાઉન્ટ? RBIએ કરી મહત્વની જાહેરાત…

ન્યુ ઈન્ડિયા કો-ઓપરેટિવ લિમિટેડ બેંકના ખાતાધારકો માટે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જો તમારું ખાતું પણ આ બેંકમાં છે તો તમારે આ સમાચાર જાણી લેવા જોઈએ. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા આ બાબતની જાહેરાત કરવામાં આવી છે. ચાલો જોઈએ શું છે આ મહત્ત્વની જાહેરાત અને તેની બેંકના ખાતાધારકો પર શું અસર જોવા મળશે-
RBIએ શું કહ્યું?
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા પહેલી ઓગસ્ટ, 2025ના ન્યુ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક લિમિટેડ, મુંબઈ અને સારસ્વત કો-ઓપરેટિવ બેંક લિમિટેડ મુંબઈ સાથેના સ્વૈચ્છિક મર્જરને મંજૂરી આપી દીધી છે અને હવે આ મર્જર બે દિવસ બાદ એટલે કે ચોથી ઓગસ્ટ, 2025થી લાગુ કરવામાં આવશે.
આ પણ વાંચો: ન્યુ ઈન્ડિયા બેંકના ખાતાધારકો માટે આવ્યા Good News, આ દિવસે આવશે ઈન્શ્યોરન્સના પૈસા ખાતામાં…
જોકે, આરબીઆઈ દ્વારા આ મર્જરની જાહેરાત ગયા મહિને જ કરવામાં આવી હતી, પરંતુ હવે તેને ઔપચારિક મંજૂરી મળી ગઈ છે. બંને બેંક મુંબઈ બેઝ્ડ છે અને સહકારી બેંકિંગ સેક્ટરમાં લાંબા સમયથી કાર્યરત છે. આ મર્જર બાદ ન્યુ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક લિમિટેડની તમામ બ્રાન્ચ સારસ્વત કો-ઓપરેટિવ બેંક લિમિટેડની શાખાઓ તરીકે ઓળખાશે અને કામ કરશે.
મર્જરની ગ્રાહકો પર શું અસર જોવા મળશે?
આ મર્જરથી ગ્રાહકોને વધુ સારી સુવિધાઓ, મજબૂત બેંકિંગ નેટવર્ક અને ટેક્નિકલ રીતે વધારે સારી સુવિધાઓ મળવાની અપેક્ષા છે. સારસ્વત બેંક દેશની સૌથી મોટી શહેરી સહકારી બેંક છે અને ન્યુ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકના મર્જરથી તેની માર્કેટ પાર્ટનરશિપ ગ્રાહક આધારને વધારે મજબૂતી મળશે.
આ પણ વાંચો: ન્યૂ ઈન્ડિયા બૅંકમાંથી નાણાંની ઉચાપતના કેસમાં 12,634 પાનાંની ચાર્જશીટ દાખલ
શું છે આખો મામલો
ન્યુ ઈન્ડિયા કો-ઓપરેટિવ લિમિટેડ બેંક ફેબ્રુઆરી, 2025ના રેગ્યુલેટરીની દેખરેખ હેઠળ હતી. બેંકના ટોપ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકો પર 122 કરોડ રૂપિયાની ઉચાપતનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો. આ નાણાંકીય ઘોટાળાને ધ્યાનમાં લઈને આરબીઆઈએ 14મી ફેબ્રુઆરીના બેંકના બોર્ડને બરખાસ્ત કરીને એક પ્રશાસકની નિમણૂંક કરી હતી, જેને એક વર્ષ સુધી બેંકના ઓપરેશનની જવાબદારી સોંપવામાં આવી હતી.
માર્ચ, 2025માં ન્યુ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકની કુલ સંપત્તિ 1100 કરોડ રૂપિયાથી વધુની હતી અને એની કુલ 27 શાખા હતી, જેમાંથી 17 શાખા તો મુંબઈમાં આવેલી હતી. આરબીઆઈ દ્વારા બેંક પર અનેક પાબંદીઓ મૂકવામાં આવી હતી. જેમાં ડિપોઝિટર્સ માટે પૈસા ઉપાડવાની મર્યાદા નક્કી કરવામાં આવી હતી. આ પગલું ડિપોઝિટરના હિતની રક્ષા અને ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી બનાવી રાખવા માટે ભરવામાં આવ્યું હતું.