આમચી મુંબઈ

બેસ્ટમાં દર મહિને નવી 100 એસી ડબલ ડેકર બસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બેસ્ટ ઉપક્રમની ડબલ ડેકર જૂની બસ આખરે ભંગારમાં ગઈ છે. તેનું આયુષ્ય પૂરું થયું હોવાથી શુક્રવારે છેલ્લી વખત તે રસ્તા પર દોડી હતી. હવે બેસ્ટ ઉપક્રમે આાગામી એક વર્ષની અંદર પોતાના કાફલામાં 900 એસી ડબલ ડેકર બસનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે.
બેસ્ટ ઉપક્રમે નવી એસી ડબલડેકર બસની સંખ્યા વધારવાની છે. ડિસેમ્બર સુધીમાં આવી 50 બસ દાખલ થવાની છે. જાન્યુઆરી, 2024થી દર મહિનામાં 100 એસી ડબલ ડેકર બસ સેવામાં દાખલ થશે એવી માહિતી બેસ્ટ ઉપક્રમે આપી છે. પોતાના કાફલામાં કુલ 900 એસી ડબલ ડેકર બસ દાખલ કરવાની જાહેરાત બેસ્ટ ઉપક્રમે કરી છે.
બેસ્ટ ઉપક્રમ મારફત પ્રવાસીઓની સેવામાં ફેબ્રુઆરી, 2023થી એસી ડબલ ડેકર બસ દાખલ કરવાની શરૂઆત કરી હતી. હાલ બેસ્ટ ઉપક્રમના કાફલામાં આવી 35 બસ છે, તેમાંથી અત્યાર સુધી 16 બસ જ પ્રવાસીઓની સેવામાં દાખલ કરવામાં આવી છે. આગામી અઠવાડિયામાં દક્ષિણ મુંબઈમાં ચાર તો પશ્ચિમ ઉપનગરમાં વધુ 15 એસી ડબલ ડેકર બસ દોડાવવામાં આવશે.
ખાનગી કૉન્ટે્રક્ટરને કુલ 200 એસી બસ પુરવઠો કરવાનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. તેમાંથી 35 બસગાડી મળી ગઈ છે. બાકીની માર્ચ 2024 સુધીમાં પ્રવાસીની સેવામાં દાખલ થશે. તો અન્ય કૉન્ટે્રક્ટરને 700 એસી ડબલ ડેકર બસ પૂરી પાડવાનો કૉન્ટે્રક્ટ આપવામાં આવ્યો છે. જાન્યુઆરીથી જૂન 2024 સુધી દરેક મહિનામાં 100 ડબલ ડેકર બસ અને જુલાઈ 2024માં 50 બસગાડી મળવાની છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button