આમચી મુંબઈ

ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો આસામનો યુવાન પકડાયો…

થાણે: નવી મુંબઈના નેરુળ પરિસરમાં ચોરી કર્યા પછી મુંબઈમાં સંતાયેલા આસામના યુવાનની ધરપકડ કરી પોલીસે પાંચ ગુના ઉકેલાયાનો દાવો કર્યો હતો. નેરુળ પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ મોહિનુલ અબ્દુલ મલિક ઈસ્લામ (33) તરીકે થઈ હતી. આસામના હોજાઈ જિલ્લાના વતની ઈસ્લામ પાસેથી 12.5 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના હસ્તગત કરવામાં આવ્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ નેરુળ સેક્ટર-6ના સરસોલે ગામમાં રહેતા ફરિયાદીએ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ચોથી સપ્ટેમ્બરે ફરિયાદીના ઘરમાંથી 4.95 લાખ રૂપિયાના દાગીના ચોરાયા હતા. કેસની તપાસ માટે પોલીસ અધિકારીઓની સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી હતી.

તપાસ દરમિયાન પોલીસે સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે આરોપીની ઓળખ મેળવી હતી. નવી મુંબઈમાં ચોરી કરીને આરોપી મુંબઈમાં સંતાતો હોવાનું અને ત્યાંથી પછી આસામ જતો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. પોલીસે ફૂટેજને આધારે જ આરોપીનું પગેરું શોધી કાઢ્યું હતું અને મંગળવારે દક્ષિણ મુંબઈના મસ્જિદ બંદર પરિસરમાંથી તેને તાબામાં લીધો હતો. પૂછપરછમાં આરોપીએ નેરુળ સહિત નવી મુંબઈમાં અન્ય સ્થળે ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ચોરીના પાંચ ગુના ઉકેલાયા હોઈ આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button