આમચી મુંબઈ

પાણીને મુદ્દે વિવાદ થતાં પડોશીઓએ માતા-પુત્રીની કરી મારપીટ

થાણે: નવી મુંબઈમાં પાણીને મુદ્દે થયેલા વિવાદમાં પડોશીઓએ મહિલાની મારપીટ કરી હતી, જ્યારે તેની 18 વર્ષની પુત્રીનાં કપડાં કાઢી તેને પણ માર માર્યો હતો.

આ પણ વાંચો: વેપારીનું અપહરણ કર્યા બાદ મારપીટ કરી રોકડ લૂંટી લીધી: ચાર સામે ગુનો…

પનવેલ વિસ્તારમાં ગુરુવારે આ ઘટના બની હતી અને પોલીસે આ પ્રકરણે એક જ પરિવારના આઠ સભ્ય વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોવાથી હજી સુધી કોઇની પણ ધરપકડ કરવામાં આવી નથી, એમ પોલીસે કહ્યું હતું.
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ ન્હાવા શેવા વિસ્તારમાં પાણીના વેડફાટ અંગે ફરિયાદ કર્યાની શંકા આરોપીઓએ મહિલા અને તેની પુત્રીની મારપીટ કરી હતી.

આ પણ વાંચો: વંદે મેટ્રો ટ્રેનના મહિલા કોચમાં પુરુષો ઘૂસી આવ્યા, મારપીટનો બનાવ

એફઆઇઆર અનુસાર આરોપીઓએ મહિલાની મારપીટ કરી હતી અને જાહેરમાં તેની પુત્રીનાં કપડાં કાઢી તેને પણ માર માર્યો હતો. આરોપીઓએ મારપીટ વખતે માતા-પુત્રીને અપશબ્દો કહ્યા હતા. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button