આમચી મુંબઈ

પાણીને મુદ્દે વિવાદ થતાં પડોશીઓ પર હુમલો કર્યો: પરિવારના ત્રણ સભ્યો સામે ગુનો દાખલ

થાણે: ડોંબિવલીમાં પાણીને મુદ્દે વિવાદ થતાં પડોશીઓ પર હુમલો કરવા પ્રકરણે પરિવારના ત્રણ સભ્યો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

આ પ્રકરણે નોંધાયેલી ફરિયાદને આધારે પોલીસે આરોપી રીના મિશ્રા, અંકિત મિશ્રા અને અખિલ કુમાર સામે ગુનો દાખલ કર્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ ડોંબિવલીમાં 14 એપ્રિલે આ ઘટના બની હતી. પીડિતોએ તેમના ઘરના પ્રવેશદ્વારને રંગોળીથી સજાવ્યો હતો, જે નળમાંથી વહેતા પાણીથી ખરાબ થઇ ગયો હતો. નળનો ઉપયોગ બંને પરિવાર કરે છે.

આ બાબતને લઇ વિવાદ થતાં આરોપીઓએ એક પીડિતની મારપીટ કરી હતી અને તેને ગાળો ભાંડી હતી. બે દિવસ બાદ બંને પરિવારની મહિલા વચ્ચે પાણીને મુદ્દે ફરી ઝઘડો થયો હતો અને તે ઉગ્ર બન્યો હતો. પરિણામે પીડિતો પર ક્રિકેટના સ્ટમ્પથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button