એનડીએ કૅડેટનો મૃતદેહ હૉસ્ટેલ રૂમમાંથી મળ્યો: કોર્ટ ઑફ ઈન્ક્વાયરીનો આદેશ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

એનડીએ કૅડેટનો મૃતદેહ હૉસ્ટેલ રૂમમાંથી મળ્યો: કોર્ટ ઑફ ઈન્ક્વાયરીનો આદેશ

પુણે: પ્રતિષ્ઠિત નૅશનલ ડિફેન્સ એકેડેમી (એનડીએ)ના પ્રથમ વર્ષના કૅડેટનો મૃતદેહ હૉસ્ટેલની રૂમમાંથી શુક્રવારની વહેલી સવારે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. કૅડેટે આત્મહત્યા કરી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.
આ મૃત્યુ પ્રકરણે કોર્ટ ઑફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો હતો.

કૅડેટ અંતરિક્ષ કુમાર સિંહના કોર્સમેટે વહેલી સવારે તેને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોયો હતો. પોલીસને ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી નહોતી, પરંતુ પ્રાથમિક તપાસ સૂચવે છે કે કૅડેટે આત્મહત્યા કરી હશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
એક નિવેદનમાં એનડીએ જણાવ્યું હતું કે ફર્સ્ટ ટર્મના કૅડેટ અંતરિક્ષ કુમાર સિંહનું શુક્રવારની વહેલી સવારે મૃત્યુ થયું હતું.
એનડીએમાં તાલીમ લેતો કૅડેટ તેની કૅબિનમાં નિર્જીવ અવસ્થામાં મળ્યો હતો. તાલીમ દરમિયાન ગેરહાજર રહ્યા પછી તેના સાથી કૅડેટની નજર અંતરિક્ષ પર પડી હતી. તેને તાત્કાલિક ખડકવાસલાની મિલિટરી હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં સવારે 6.30 વાગ્યે તેને મૃત જાહેર કરાયો હતો, એવું નિવેદનમાં જણાવાયું હતું.

આ બાબતે કૅટેડના પરિવારજનો અને પોલીસને જાણ કરાઈ હતી. ઘટનાની સઘન તપાસ માટે કોર્ટ ઑફ ઈન્ક્વાયરીનો પણ આદેશ અપાયો હતો, એવું એકેડેમીનું કહેવું છે. (પીટીઆઈ)

આપણ વાંચો : મોબાઇલ ગેમને કારણે યુવકની હત્યા: થાણે કોર્ટે ત્રણ આરોપીને નિર્દોષ જાહેર કર્યા


Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button