આમચી મુંબઈ
મુંબ્રામાં પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર:શરદ પવાર જૂથના કાર્યકર વિરુદ્ધ ગુનો દાખલ…

થાણે: થાણે જિલ્લાના મુંબ્રા વિસ્તારમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરવા બદલ એનસીપી (એસપી)ના કાર્યકર વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. 17 નવેમ્બરના રોજ વિરોધ પ્રદર્શન દરમિયાન બનેલી આ ઘટના સંદર્ભે કોઇની ધરપકડ કરવામાં આવી નથી, એમ પોલીસે જણાવ્યું હતું.
એફઆઇઆરમાં જણાવવામાં આવ્યું હતું કે માત્ર એનસીપી (એસપી)ના કાર્યકર્તાએ પાકિસ્તાન તરફ સૂત્રોચ્ચાર કર્યા હતા, જેને પગલે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ફરિયાદી વેપારીએ દાવો કર્યો હતો કે તેણે સોશિયલ મીડિયા પર વિરોધ પ્રદર્શનનો વીડિયો જોયો હતો.
ભીડમાં લગભગ 15-20 લોકો હતા, જેઓ કોઇ મુદ્દે બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, પરંતુ આરોપીએ જ સૂત્રોચ્ચાર કર્યા હતા. (પીટીઆઇ)



