આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Assembly Election: શરદ પવાર જૂથે ચોથી યાદી જાહેર કરી, હવે 83 ઉમેદવાર મેદાનમાં…

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લઈ શરદ પવારની એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)એ પોતાની પાર્ટીની ચોથી યાદી જાહેર કરી છે. આ યાદીમાં સાત ઉમેદવારના નામ જાહેર કર્યાં છે. ચોથી યાદીમાં શરદ પવાર જૂથે પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખના દીકરાને કાટોલ બેઠક પરથી ટિકિટ આપી છે. આ યાદી સાથે કુલ 83 ઉમેદવારને જાહેર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : વિધાનસભાની ચૂંટણીમાં શરદ પવારની ‘યંગ બ્રિગેડ’, યુવા ચહેરાઓની સંખ્યા વધુ

શરદચંદ્ર પવાર જૂથ (એનસીપી)એ ચોથી યાદીમાં માણથી પ્રભાકર ઘાર્ગ, કાટોલથી સલીલ અનિલ દેશમુખ, ખાનાપુરથી વૈભવ સદાશિવ પાટીલ, વાઈથી અરુણાદેવી પિસાળ, દૌંડથી રમેશ થોરાત, પુસદથી શરદ મૈદ, સિંદખેડાથી સંદીપ બેડસેને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

અહીં એ જણાવવાનું કે મહા વિકાસ આઘાડી (એમવીએ)એ 267 ઉમેદવાર જાહેર કર્યા છે, જ્યારે કોંગ્રેસે 99 ઉમેદવારની જાહેરાત કરી છે. ઉપરાંત, ઉદ્ધવ ઠાકરે જૂથ (યુબીટી) દ્વારા 85 વિધાનસભાની સીટ પરથી ઉમેદવારની જાહેરાત કરી છે, જ્યારે શરદ પવાર જૂથ દ્વારા 83 સીટ પરથી ઉમેવાદર જાહેર કર્યાં છે.

આ પણ વાંચો : ચૂંટણી ઢંઢેરાને લઇને NCP-શરદ પવાર જૂથના બે મોટા નેતા બાખડ્યા

દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) પ્રમુખ શરદ પવારે કહ્યું હતું કે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ પૂર્વે એટલે આજે સોમવાર સુધીમાં રાજ્યની 288 વિધાનસભાની બેઠકમાંથી 90થી 95 ટકા સીટ પર સહમતિ સાધવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button