‘ આ માણસે દેશની વાટ લગાવી છે….’ અન્ના હજારેનો ફોટો શેર કરી જિતેન્દ્ર આવ્હાડે કર્યું ટ્વીટ
મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસના શરદ પવાર જૂથના નેતા અને વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડ સતત રાજ્ય અને કેન્દ્ર સરકારની ટીકા કરતા હોય છે. કેન્દ્ર સરકારના ધોરણો પર તે સતત પ્રહાર કરતા હોય છે. જોકે આ વખતે આવ્હાડે સીધા વરિષ્ઠ સામાજીક કાર્યકર્તા અન્ના હજારે પર નિશાનો સાધ્યો છે. અન્ના હજારેનો ફોટો શેર કરી આ માણસે દેશની વાટ લગાવી છે એમ આવ્હાડે ટ્વીટ કર્યું છે. ત્યારે હવે આવ્હાડ આવી પોસ્ટ કરી શું કહેવા માંગે છે એવો પ્રશ્ન બધાને થઈ રહ્યો છે.
અન્ના હજારેએ 2011માં મોટું જનઆંદોલન કર્યું હતું. રાજધાની દિલ્હીમાં જંતર મંતર મેદાન પર તેમણે ભ્રષ્ટાચારના વિરોધમાં આંદોલન કરી લોકપાલના કાયદાની માંગણી કરી હતી. ત્યાર બાદ દેશમાં સત્તાધારી કોંગ્રેસ પક્ષના વિરોધનું વાતાવરણ ઉભુ થયું હતું. ત્યાર બાદ નરેન્દ્ર મોદીના કામગીરીની પ્રશંસા કરી ભાજપે આખા દેશમાં તેમના નામનો જયકાર કર્યો. આખરે 2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડાવી અને બહુમતી મેળવી દેશમાં મોદી સરકાર સ્થાપના થઈ.
2011માં જનઆંદોલન કરનારા અન્ના હજારે એ ભાજપની સરકાર આવ્યા બાદ એટલું ઉગ્ર આંદોલન કર્યું નથી. અથવા તો એ આંદોલનને હવે એવો પ્રતિસાદ મળી રહ્યો નથી. તેવી ટીકા વારંવાર અન્ના હજારે પર થતી હોય છે. એમાં પણ હવે મોંઘવારી તો ટોચ પર છે, ખેડૂતોના પ્રશ્નને વચા મળી નથી રહી તો પણ અન્ના હજારે શાંત કેમ છે? આજે પણ સરકારી કચેરીઓમાં લાંચ આપ્યા વગર કામ નથી થઈ રહ્યું.
આવો પ્રશ્ન વારંવાર સોશિયલ મીડિયા પર પૂછવામાં આવે છે. સોશિયલ મીડિયા પર અન્ના ને વારંવાર ટ્રોલ કરવામાં આવે છે. ત્યારે હવે જિતેન્દ્ર આવ્હાડે પણ અન્ના હજારેનો ફોટો શેર કરી એમના પર ગંભીર આક્ષેપ કર્યો છે. ટોપી પહેરી લેવાથી કોઈ પણ ગાંધી બની જતુ નથી