આમચી મુંબઈ

NCP વિલીનીકરણ વિવાદ: અરવિંદ સાવંતનો ભાજપ પર પ્રહાર, પરિવારમાં ઝઘડા કરાવવા એ ભાજપનું કામ…

મુંબઈઃ અજિત પવારના નિધન પછી તેમની પાર્ટી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)નું શું થશે એ વિષે તર્કવિતર્ક થઇ રહ્યા છે. એવી ચર્ચા છે કે બંને એનસીપી 12 ફેબ્રુઆરીએ એકસાથે આવવાના હતા. મુખ્ય પ્રધાનને આ પ્રશ્ન કરવામાં આવતા તેમણે આનો જવાબ આપ્યો હતો, પરંતુ એના અંગે ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અરવિંદ સાવંતે ચોંકાવનારું નિવેદન આપ્યું છે.

એનસીપીના બે ઘટકોના વિલીનીકરણ અંગે સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે જો આવી કોઈ વાત હોત તો અજિત પવારે તેમને ચોક્કસપણે કહ્યું હોત. જોકે, ફડણવીસની પ્રતિક્રિયા અંગે શિવસેના (UBT)ના સાંસદ અરવિંદ સાવંતે હવે સીએમ ફડણવીસના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ભાજપનું મિશન દરેક પરિવારમાં ઝઘડા કરાવવાનું છે.

અરવિંદ સાવંતે કહ્યું, “આ તેમના પરિવારનો મામલો છે, શું તેઓ કોઈને કહેશે? ભારતીય જનતા પાર્ટી આ જ કરે છે. દરેક પરિવારમાં વિવાદો ઉભા કરવા અને ઝઘડા કરાવવા એ તેમનું કામ છે. તમે એક પરિવાર તોડી રહ્યા છો, તમે કોઈ પુણ્યનું કામ નથી કરી રહ્યા. તેમની આસપાસ ત્રણ-ચાર ED ના માણસો બેઠા છે, આ બધું તેમનું કામ છે.”

આ પણ વાંચો…સુનેત્રા પવારની આકરી કાર્યવાહી, એનસીપીમાં સન્નાટો

મુખ્ય પ્રધાને શું કહ્યું?
રવિવારે મુખ્ય પ્રધાન ફડણવીસે કહ્યું કે જો બંને NCPના વિલીનીકરણની ચર્ચા અંતિમ તબક્કામાં હોત તો અજિત પવારે તેમને આ વિશે જાણ કરી હોત. ફડણવીસે કહ્યું હતું કે તેમને અજિત પવારની તેમના કાકા શરદ પવાર સાથેની વાતચીતની જાણ નથી અને તેમને 12 ફેબ્રુઆરીની તારીખની પણ ખબર નથી. મુખ્ય પ્રધાને કહ્યું હતું શું NCPના વિલીનીકરણ અંગેની વાતચીત અમને જાણ કર્યા વગર પુરી થઈ શકે છે?

અજિત પવારના અવસાન પછી ચર્ચા શરૂ થઇ હતી કે બંને પક્ષો 12 ફેબ્રુઆરીએ વિલીનીકરણની જાહેરાત કરવાના હતા. અજિત પવાર અને શરદ પવાર વચ્ચેની મુલાકાતનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો 17 જાન્યુઆરીનો હોવાનું કહેવાય છે.

પાકિસ્તાન ક્રિકેટ ટીમ વિશે શું કહ્યું?
પાકિસ્તાને T20 વર્લ્ડ કપમાં ભારત સામે રમવાનો ઇનકાર કર્યો હતો. આના અંગે તેમણે કહ્યું કે હું તેનું સ્વાગત કરું છું. આપણે તેમની સાથે કેમ રમવું જોઈએ? આપણે તાજેતરમાં રમ્યા હતા અને ત્યારે પણ મને ગુસ્સો આવ્યો હતો. એક દેશ જે ભારતને નફરત કરે છે, તે ભારત વિશેની દરેક વસ્તુને ખરાબ કહેવાનો અને કરવાનો પ્રયાસ કરતો રહે છે. યુદ્ધ થયું ને? તમને બીજું શું જોઈએ છે? તે દુશ્મન છે, તેમની સાથે રમવાની શું જરૂર છે?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button