‘રામ શાકાહારી નહોતા…’ , કર્ણાટક બાદ મહારાષ્ટ્રમાં NCPની ભગવાન પર રાજનીતિ
મુંબઇઃ ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇને વિપક્ષો ડઘાયેલા છે. ભગવાન રામના મહોત્સવને લઇને વિપક્ષોની રાજનીતિ ચાલી રહી છે. રોજ તેઓ અવનવા નિવેદનો રજૂ કરીને તેમની હતાશાને પુરવાર કરે છે. હવે આ જ ક્રમમાં મહારાષ્ટ્રના શરદ પવારના નેતૃત્વવાળી પાર્ટી એનસીપીના નેતા ડૉ. જિતેન્દ્ર આવ્હાડે વિવાદીત નિવેદન કર્યું છે. તેમણે ભગવાન રામને માંસાહારી ગણાવ્યા છે.
મહારાષ્ટ્ર કર્ણાટક બાદ મહારાષ્ટ્રમાં ભગવાન પર રાજનીતિ, શરદવાળી NCP નેતાએ કહ્યું- રામ શાકાહારી નથી.. તેમના આવા નિવેદન બાદ રાજકીય ખળભળાટ થશે એ તો ચોક્કસ છે.
બુધવારે મહારાષ્ટ્રના શિરડીમાં એક કાર્યક્રમમાં આવ્હાડે કહ્યું હતું કે ભગવાન રામ શાકાહારી નથી, તેઓ માંસાહારી હતા. તેમણે કહ્યું કે જે વ્યક્તિ 14 વર્ષથી જંગલમાં રહે છે તે શાકાહારી ખોરાક શોધવા ક્યાં જશે? તેમણે જનતાને પૂછ્યું કે શું આ યોગ્ય છે કે નહીં?
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ‘કોઈ ગમે તે કહે, સત્ય એ છે કે આપણને ગાંધી અને નેહરુના કારણે જ આઝાદી મળી છે. આટલી મોટી સ્વતંત્રતા ચળવળના નેતા ગાંધીજી ઓબીસી હતા એ હકીકત RSSને સ્વીકાર્ય નથી. તેમણે વધુમાં કહ્યું કે ગાંધીજીની હત્યા પાછળનું સાચું કારણ જાતિવાદ હતું.
હવે આ મામલે આરએસએસ શું પ્રતિક્રિયા આપે છે તે જોવું રહ્યું.