આમચી મુંબઈ

ઠાકરે અને પવાર જૂથને મોટો ફટકો: વિકાસના કામોનું બહાનું ધરી એનસીપીના એકમાત્ર કોર્પોરેટર મહાયુતિમાં જોડાયા

મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના રાજકારણમાં એક મોટી અને અણધારી ઉથલપાથલ જોવા મળી રહી છે. મહા વિકાસ આઘાડી (એમવીએ)ના ઘટક પક્ષ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના એકમાત્ર કોર્પોરેટર અજિત રાવરાણેએ શાસક મહાયુતિને ટેકો આપવાની જાહેરાત કરી હતી.

આ નિર્ણયથી ઠાકરે બંધુઓને મોટો ફટકો પડ્યો છે. આ કારણે હવે મહાનગરપાલિકામાં બંને રાષ્ટ્રવાદી પક્ષો નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના સમર્થનમાં ઉભા હોય તેવું જોવા મળી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મલાડના વોર્ડ નંબર ૪૩માંથી ચૂંટાયેલા અજિત રાવરાણે તાજેતરમાં એકનાથ શિંદેને મળ્યા હતા અને તેમણે વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી. આ ચર્ચા પછી, રાવરાણેએ મહાયુતિ જૂથમાં જોડાવવાનો નિર્ણય લીધો.

આપણ વાચો: BMC ચૂંટણી પરિણામ 2026: મેયરપદ માટે ઠાકરે બંધુઓ સાથે હાથ મિલાવશે એકનાથ શિંદે? કહ્યું, અમે તો…

આ નિર્ણયને કારણે મહાનગરપાલિકામાં શિંદે જૂથના શિવસેનાની તાકાત વધુ વધી ગઈ છે. ઉપરાંત, એવું જોવા મળી રહ્યું છે કે નગરપાલિકામાં શરદ પવાર જૂથનો એકમાત્ર અવાજ હવે સત્તાધારીઓના સૂર સાથે સૂર મિલાવશે.

અજિત રાવરાણેએ મહાયુતિને ટેકો આપવા પાછળ સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી વોર્ડમાં વિકાસલક્ષી કાર્યો માટે જરૂરી ભંડોળ મેળવવામાં મુશ્કેલીઓ આવી રહી છે. શાસકપક્ષ સાથે ચાલ્યા વિના વિકાસ શક્ય નથી.

ઉપરાંત, મહાયુતિ સરકાર તરફથી પેન્ડિંગ પ્રોજેક્ટ્સને ઝડપી બનાવવા માટે સહયોગ મેળવવાની ખાતરી મળી છે, તેથી મેં મારો ટેકો જાહેર કર્યો છે, એમ અજિત રાવરાણેએ જણાવ્યું હતું.

મુંબઈ મહાનગરપાલિકામાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને શરદ પવાર જૂથનો મજબૂત સાથ હતો. પરંતુ, રાવરાણેના આ પગલાને કારણે મુંબઈમાં મહાવિકાસ આઘાડીની એકતા નબળી પડી હોય તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button