Election Resultમાં ફિયાસ્કા પછી NCPએ બોલાવી તાબડતોબ બેઠક, કરી મોટી માગણી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીના પરિણામો (Lok Sabha Election Results)માં મહાયુતિને મળેલા ફટકા પછી ત્રણેય પક્ષ નિષ્ફળતા મુદ્દે વિશ્લેષણ કરી રહ્યા છે ત્યારે સૌથી નાના પક્ષ એનસીપી (NCP)ના વરિષ્ઠ નેતા અજિત પવારે (Deputy CM Ajit Pawar) એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કેબિનેટ વિસ્તરણ સંબંધિત અન્ય મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્ર લોકસભાની ચૂંટણીમાં મહાયુતિને અપેક્ષા પ્રમાણે પરિણામો મળ્યા પછી પક્ષના કાર્યકરોની સાથે સપોર્ટર્સને નિરાશા મળી છે. મહાયુતિને પડેલા ફટકા પછી અમુક વિધાનસભ્યો અને નેતાઓ મહાયુતિમાંથી એક્ઝિટ કરે એવા વર્તારા છે ત્યારે અજિત પવારના નેતૃત્વ હેઠળની એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)એ પંદર દિવસમાં રાજ્યમાં કેબિનેટ વિસ્તરણનો પ્રસ્તાવ છે. આજે અજિત પવારે મુંબઈ સ્થિત દેવગિરિ ખાતેના બંગલામાં એનસીપીના નેતાઓએ બેઠક યોજી હતી.
મીડિયાના અહેવાલ અનુસાર આ બેઠક પછી એનસીપી મહાગઠબંધનમાં સામેલ શિંદે જૂથ અને ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ની સમક્ષ કેબિનેટ વિસ્તારનો પ્રસ્તાવ મૂકશે. મુંબઈમાં અજિત પવારની બેઠકમાં ચૂંટણીના પરિણામો અંગે ચર્ચા કરવામાં આવી હતી. અહીંની બેઠકમાં એ પણ તારણ કાઢવામાં આવ્યું છે કે લોકસભાની ચૂંટણીમાં હારનું કારણ પાર્ટી પ્રત્યે પ્રવર્તતી નારાજગી કારણભૂત છે. રાજ્યમાં સત્તામાં આવ્યા પછી જનતાને ખુશ રાખવાની હતી. અને એના પ્રમાણે જ મંત્રીમંડળનું વિસ્તરણ કરવાનું હતું.
એનસીપીને સત્તામાં આવ્યાના એક વર્ષ પછી પણ કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું નથી. એનસીપીના ક્વોટામાંથી કેબિનેટનું એક પણ ખાતું મળ્યું નથી. શિંદે જૂથના પ્રધાન સંદીપન ભુમરેને છત્રપતિ સંભાજીનગરની લોકસભા સીટ પરથી ચૂંટવામાં આવ્યા છે, તેથી તેમનું કેબિનેટ પદ ખાલી છે.
હવે અજિત પવાર જૂથે માગણી કરી છે કે આગામી પંદર દિવસમાં શપથગ્રહણ સમારોહ યોજીને પ્રધાનપદનો કાર્યભાર સોંપવામાં આવે. અજિત પવાર જૂથ અન્ય વિભાગના રાજ્યના પ્રધાનપદને પણ વહેંચવામાં આવશે. હવે જોવાનું રહેશે કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ શું વલણ અપનાવે છે.