નક્સલવાદીઓએ ગઢચિરોલીમાં રોડ બનાવવાના ટેન્કરને આગ લગાડી

ગઢચિરોલી: નક્સલવાદીઓએ બુધવારે વહેલી સવારે મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં માર્ગ નિર્માણના કામમાં રોકાયેલા એક મૂવિંગ મશીન અને એક ટેન્કરને આગ લગાવી દીધી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
આ ઘટના મહારાષ્ટ્ર-છત્તીસગઢ બોર્ડર પર સ્થિત હિદુર-ડોદુર ગામમાં બની હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતુ કે ગામડાના રસ્તા પર બાંધકામનું કામ ચાલી રહ્યું હતું, જે આગળ કોયારકોટીથી જોડાય છે, જ્યાં નક્સલવાદીઓએ મશીન અને કામમાં ઉપયોગમાં લેવાઇ રહેલા વાહનને આગ ચાંપી દીધી હતી. નક્સલવાદીઓએ આ વિસ્તારમાં એક પેમ્ફલેટ પણ મૂક્યું હતું, જેમાં 22 ડિસેમ્બરે દેશવ્યાપી બંધનું એલાન કર્યું હતું.