આમચી મુંબઈમહારાષ્ટ્ર

એકબાજુ વિરોધ, બીજી બાજુ ઉમેદવારીઃ નવાબ મલિકના પરિવારમાંથી કોને મળી ટિકિટ?

મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ હવે વિવિધ રાજકીય પક્ષોએ ઉમેદવારોની યાદી જાહેર કરવાનું શરૂ કરી દીધું છે. નવાબ મલિકની પુત્રી સના મલિક શેખને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી)ના અજિત પવાર જૂથે અણુશક્તિ નગર વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી આપી છે.

અણુશક્તિ નગર બેઠક પર નવાબ મલિકનો દબદબો રહ્યો છે, પરંતુ આ વખતે પક્ષએ તેમની પુત્રીને મેદાનમાં ઉતારી છે. એનસીપી પાર્ટીએ સત્તાવાર રીતે માહિતી આપી છે કે સના મલિક શેખ 23 ઓક્ટોબરે ઉમેદવારી નોંધાવશે.

આ પણ વાંચો : ઝીશાન સિદ્દીકી બાન્દ્રા પૂર્વથી લડશે, પણ કયા પક્ષમાંથી તે મામલે સસ્પેન્સ…

મહારાષ્ટ્રમાં મુખ્ય સ્પર્ધા મહા વિકાસ આઘાડી (MVA) અને મહાયુતિ (BJP, Eknath Shinde’s Shivsena, Ajit Pawar’s NCP) વચ્ચે છે. રાજ્યની 288 બેઠક માટે 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર થશે.
અંડરવર્લ્ડના સંબંધો અને મની લોન્ડરિંગના આરોપો બાદ નવાબ મલિક જેલમાં હતા, પરંતુ જેલમાંથી છૂટ્યા બાદ તેઓ અજીત પવાર જૂથમાં સામેલ થઈ ગયા છે. અજીત પવારની પાર્ટીમાં સામેલ થયા પછી પણ ભાજપના સતત વિરોધના કારણે નવાબ મલિક આગળ પડતી ભૂમિકા નથી ભજવી શક્યા. લાંબા સમયથી રાજકારણમાં સક્રિય સના મલિકને પિતા પાસેથી રાજનીતિ વારસામાં મળી છે. નવાબ મલિકના મતવિસ્તાર અણુશક્તિ નગરમાં ખૂબ જ સક્રિય જોવા મળી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button