નવાબ મલિક અજિત પવારની બેઠકમાં દેખાતા ચર્ચા જામીન પર છૂટેલા મલિક અજિત પવાર સાથે જોડાશે?

મુંબઈઃ મની લોન્ડરિંગના કેસમાં જામીન પર છૂટેલા અવિભાજિત એનસીપીના નેતા નવાબ મલિક નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર દ્વારા યોજવામાં આવેલી બેઠકમાં જોવા મળતા રાજકીય વર્તુળમાં ચર્ચાનો દોર શરૂ થઇ ગયો છે. સોશિયલ મીડિયા પર ફરી રહેલા એક વીડિયોમાં નવાબ મલિક અજિત પવાર જૂથની એનસીપીના વિધાન પરિષદના સભ્યો તેમ જ અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે બેઠેલા જોવા મળે છે, જેને પગલે નવાબ મલિક અજિત પવાર જૂથની એનસીપીમાં સામેલ થશે કે શું તેવી ચર્ચા શરૂ થઇ ગઇ છે.
જામની પર જેલમાંથી છૂટ્યા બાદ પહેલી જ વખત નવાબ મલક અજિત પવારની બેઠકમાં જોવા મળ્યા હતા. નવાબ મલિક અને શરદ પવાર જૂથની એનસીપી વચ્ચે ખટરાગ ઊભો થયાની ચર્ચા વચ્ચે આ વીડિયો ફરી રહ્યો છે. આ બેઠકમાં આગામી વિધાન પરિષદની ચૂંટણીને લઇને રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું કહેવાય છે.
અજિત પવાર જૂથમાં રહેલા સૂત્રોએ જણાવ્યા અનુસાર મલિકને સત્તાવાર રીતે બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. છેલ્લા અનેક સમયથી તે પોતાના મતવિસ્તારમાં આવેલી પોતાની ઓફિસમાં પણ આવતા નહોતા, પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી તેમણે નેતા તરીકેની પોતાની કામગિરી જોશભેર શરૂ કરી છે.
આ પન વાચો : मुख्यमंत्री – माझी लाडकी बहीण યોજનામાં થનારી ગેરરીતિ અંગે શિંદેએ અધિકારીઓને આપી ચેતવણી
ઉલ્લેખનીય છે કે 7મી ડિસેમ્બરે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અજિત પવારને પત્ર લખ્યો હતો જેમાં તેમણે નવાબ મલિકને પોતાના પક્ષમાં લઇને મહાયુતિનો ભાગ બનાવવા અંગે વિરોધ વ્યક્ત કર્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી) દ્વારા મલિક વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવેલ છે અને આ જ કેસમાં તે જામીન પર છૂટેલા છે. નાગપુરમાં યોજાયેલા વિધાન પરિષદના શિયાળુ સત્રમાં પણ મલિકે હાજરી આપી હતી.
ફડણવીસે પોતાના પત્રમાં લખ્યું હતું કે વિધાન પરિષદના સભ્ય હોવાના કારણે તેમને ગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. તેમના વિરુદ્ધ અમને કોઇ વ્યક્તિગત દ્વેષ નથી, પરંતુ તેમના વિરુદ્ધ નોંધાયેલા આરોપોને પગલે તેમને મહાયુતિમાં સામેલ કરવા અયોગ્ય જણાશે.
પત્રમાં ફડણવીસે એક વાત પર ભાર મૂકતા કહ્યું હતું કે તે જામીન પર છૂટેલા છે, પરંતુ તેમના વિરુદ્ધના આરોપો હજી સુધી રદ કરવાં આવ્યા નથી. મલિકને તમારા પક્ષમાં લેવા કે નહીં તે તમારો નિર્ણય છે, પરંતુ મહાયુતિના ભાગરૂપે આપણું કર્તવ્ય છે કે આપણા નિર્ણયથી મહાયુતિને ઠેસ ન પહોંચે.
એનસીપીએ પણ આ અંગે બુધવારે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે મલિક પક્ષના વરિષ્ઠ વિધાનસભ્યોમાંના એક છે અને તેમની ભૂમિકા અંગે એનસીપી પ્રમુખ નિર્ણય લેશે.ભાજપ અમારે શું કરવું તેનો નિર્ણય ન લઇ શકે. અમે પક્ષના હિતમાં હોય તે કરીશું, એમ અજિત જૂથના પ્રવક્તા સુનિલ તટકરેએ જણાવ્યું હતું