આમચી મુંબઈ
નવરાત્રીમાં માતાજીના ભક્તોને બેસ્ટે આપી આ સુવિધા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) ઉપક્રમ દ્વારા નવરાત્રી દરમ્યાન મહાલક્ષ્મી મંદિર માટે ખાસ વધારાની બસ દોડાવવાની હોવાની જાહેરાત કરવામાં આવી છે. માતાજીના ભક્તોને આ બસની સુવિધા ભાયખલા અને મહાલક્ષ્મી રેલવે સ્ટેશન બહારથી ઉપલબ્ધ થશે.
બેસ્ટ ઉપક્રમ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ ૨૨ સપ્ટેમ્બર,સોમવારથી પહેલી ઑક્ટોબર દરમ્યાન દરરોજ વધારાની ૨૫ બસ દોડાવવામાં આવશે. વધારાની બસને કારણે વાર્ષિક મહાલક્ષ્મી યાત્ર અને નવરાત્રીની ઊજવણી માટે ઘરની બહાર નીકળનારા ભક્તોને રાહત મળશે.