યુવતી પર બળાત્કારના આરોપસર યુવાનની ધરપકડ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

યુવતી પર બળાત્કારના આરોપસર યુવાનની ધરપકડ

થાણે: નવી મુંબઈમાં લગ્નની ખાતરી આપી યુવતી સાથે કથિત દુષ્કર્મ બાદ ગર્ભપાત માટે દબાણ કરવાના આરોપસર પોલીસે યુવાનની ધરપકડ કરી હતી.

પકડાયેલા આરોપીની ઓળખ નવી મુંબઈના ઉલવે ખાતે રહેતા મોહિત વીરેન્દ્ર સિંહ (30) તરીકે થઈ હતી. આરોપીએ ફેબ્રુઆરીમાં યુવતી સાથે મિત્રતા કર્યા પછી અનેક વાર તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો, એમ પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું.

આપણ વાંચો: 13 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરનાર આરોપીને કોર્ટે 10 વર્ષની સખત કેદની સજા ફટકારી

ફરિયાદમાં યુવતીએ આક્ષેપ કર્યો હતો કે તે ગર્ભવતી હોવાની જાણ થતાં આરોપીએ ગર્ભપાત માટે કથિત દબાણ પણ કર્યું હતું. એ સિવાય આરોપીએ યુવતીની વાંધાજનક તસવીરો પાડી હતી અને વીડિયો બનાવ્યા હતા.

આરોપીએ લગ્નની જૉઈન્ટ એફિડેવિટ પર યુવતીના હસ્તાક્ષર લીધા હતા અને તેમનાં લગ્ન થઈ ગયાં છે કહીને હવે તે પોલીસ ફરિયાદ નોંધાવી ન શકે, એવું આરોપીએ કહ્યું હતું.

યુવતીની ફરિયાદને આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 64, 64(2)(ડી), 69, 75 અને 89 હેઠળ ગુનો નોંધ્યો હતો. પ્રાથમિક તપાસને આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »
Back to top button