નવી મુંબઈને પાણી પુરવઠો કરનારો મોરબે બંધ છલકાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સહિત નવી મુંબઈ અને થાણેમાં ગયા અઠવાડિયાથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. સતત પડી રહેલા વરસાદને પગલે નવી મુંબઈને પાણી પુરવઠો કરનારો મોબરે બંધ બુધવારે વહેલી સવારના ૩.૧૦ વાગે છલકાઈ ગયો હતો.
નવી મુંબઈ મહાનગરપાલિકાના પાણીપુરવઠા વિભાગના જણાવ્ય મુજબ છેલ્લા છ દિવસથી થઈ રહેલી અતિવૃષ્ટિને પગલે નવી મુંબઈ પાલિકાના મોરબે બંધ ૧૦૦ ટકા ભરાઈ ગયો છે.
આપણ વાંચો: સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ બીજી વખત છલકાયો: 59 દરવાજા ખોલાયા, 17 ગામોને એલર્ટ!
મોરબે બંધના કેચમેન્ટ એરિયામાં સતત વરસાદ પડી રહ્યો હોવાથી બુધવાર વહેલી સવારના ૩.૧૦ વાગે મોરબે બંધના બે દરવાજા ૨૫ સેન્ટિમીટર ખોલવામાં આવ્યા હતા અને ૧,૧૨૩ ક્યુસેક પાણી ધાવરી નદીના પટમાં છોડવામાં આવ્યું હતું.
બંધમાંથી પાણી છોડવાને કારણે નદીની સપાટી જોખમી સ્તરે પહોંચી ગઈ હોવાથી નદી કિનારે રહેતા લોકોને સર્તક રહેવાની ચેતવણી આપવામાં આવી છે.