નવી મુંબઈમાં લૂંટના પ્રયાસ વખતે યુવાનની હત્યા કરનારો પકડાયો

થાણે: લૂંટના પ્રયાસ દરમિયાન યુવાનની કથિત હત્યા કરનારા આરોપીને નવી મુંબઈ પોલીસે દોઢસોથી વધુ સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી પકડી પાડ્યો હતો.
આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ) અજયકુમાર લાંડગેએ જણાવ્યું હતું કે પકડાયેલા આરોપીની ઓળખ સમીર અમજીત શેખ તરીકે થઈ હતી. પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે.
અધિકારીના જણાવ્યા મુજબ ઉત્તર પ્રદેશના પ્રતાપગડના રહેવાસી સુશીલકુમાર ભિંડનો મૃતદેહ પાંચમી ઑગસ્ટે બેલાપુર-થાણે રોડ પરથી મળી આવ્યો હતો. આ પ્રકરણે રબાળે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો.
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે ભિંડ યુપીથી મુલુંડ આવ્યો હતો. ચોથી ઑગસ્ટે તે મોબાઈલ ફોન રિપેર કરાવવા માટે ઘરેથી નીકળ્યા પછી ગુમ થઈ ગયો હતો.
આ પણ વાંચો : થાણેમાં ૧૦૬ કિલો પ્લાસ્ટિક જપ્ત
એસીપી લાંડગેએ જણાવ્યું હતું કે મૃતકની પૅન્ટના ખીસામાંથી મળી આવેલા કાગળના એક ટુકડા પરથી મૃતકની ઓળખ થઈ શકી હતી. કાગળના ટુકડા પર મોબાઈલ નંબર લખેલો હતો.
તપાસ દરમિયાન કોપરખૈરાણેથી ઘણસોલી દરમિયાનના 150 સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસવામાં આવ્યાં હતાં. એક ફૂટેજમાં શંકાસ્પદ બાઈક ઘટનાસ્થળ નજીક નજરે પડી હતી. બાઈકની મદદથી પોલીસની ટીમ આરોપી સુધી પહોંચી હતી. લૂંટ ચલાવતી વખતે આરોપીએ ભિંડની હત્યા કરી હોવાનું પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું. (પીટીઆઈ