આમચી મુંબઈ

શાળામાં છ વર્ષના વિદ્યાર્થીની કનડગત: બે ટીચર સામે ગુનો…

થાણે: નવી મુંબઈમાં છ વર્ષના વિદ્યાર્થીનું કથિત અપમાન કરી તેની પીટાઈ કરાવવા બદલ ખાનગી શાળાના બે ટીચર વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીના વડીલોએ નોંધાવેલી ફરિયાદને આધારે કામોઠેની શાળાના બે ટીચર સામે એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો.

પોલીસ ફરિયાદ અનુસાર 14 નવેમ્બરે ટીચરે બીજા ક્લાસ રૂમમાંથી એક વિદ્યાર્થિનીને બોલાવી હતી અને વિદ્યાર્થીના ગાલ પર પાંચથી છ લાફા મારવાનું કહ્યું હતું. વિદ્યાર્થિની લાફા મારતી હતી ત્યારે ટીચર આ તમાશો જોતા હતા અને વિદ્યાર્થીનું અપમાન જોઈ રાજી થતા હતા.

ત્યાર બાદ 28 નવેમ્બરે ઈંગ્લિશના વિષયમાં બીજા ટીચરે એ જ વિદ્યાર્થીના ચહેરા પર ધાતુનો કમ્પાસ બૉક્સ ફટકાર્યો હતો, જેને કારણે તેના હોઠમાંથી લોહી નીકળ્યું હતું, એમ ફરિયાદમાં જણાવાયું હતું.

પ્રાથમિક તપાસ બાદ કામોઠે પોલીસે બુધવારે જુવેનાઈલ જસ્ટિસ ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણે વધુ તપાસ કરવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button