નવી મુંબઈમાં ઝઘડા બાદ સગીરાએ કરી આત્મહત્યા: બે મહિલાની ધરપકડ

થાણે: નવી મુંબઈના રબાળે વિસ્તારમાં પંદર વર્ષની સગીરાને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા બદલ બે મહિલાની ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી.
તલાવલીગાંવ ખાતે બુધવારે સગીરાએ આત્મહત્યા કરી હતી, જેને પગલે તેના પિતાએ પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અમે રિયલ એસ્ટેટ એજન્ટ મયૂરી નાઇકવાડી (40) અને નોકરાણી રેશમા ગાવંડે (42)ની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : હરિયાણાના પોલીસ બેડામાં ખળભળાટઃ આઈપીએસ અધિકારીએ રહસ્યમય સંજોગોમાં કરી આત્મહત્યા
અમારી તપાસ અનુસાર સગીરા અને રેશમા ગાવંડેની પુત્રી વચ્ચે ઝઘડો થયો હતો. આથી તેને રેશમા ગાવંડેના ઘરે બોલાવવામાં આવી હતી, જ્યાં રેશમા અને મયૂરીએ તેને અપશબ્દો કહ્યા હતા અને તમાચો માર્યો હતો.
દરમિયાન સગીરા પોતાના ઘરે આવી હતી અને બાદમાં તેણે આત્મહત્યા કરી હતી. પોલીસે આ પ્રકરણે બંને મહિલા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમ હેઠળ ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી હતી. (પીટીઆઇ)