શૅર ટ્રેડિંગ ફ્રોડમાં નવી મુંબઈના રહેવાસીએ,એક કરોડ રૂપિયા ગુમાવ્યા: 15 સામે ગુનો | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

શૅર ટ્રેડિંગ ફ્રોડમાં નવી મુંબઈના રહેવાસીએ,એક કરોડ રૂપિયા ગુમાવ્યા: 15 સામે ગુનો

થાણે: શૅર ટ્રેડિંગમાં આકર્ષક વળતરની લાલચે સાયબર ઠગ ટોળકીએ નવી મુંબઈના રહેવાસી પાસેથી 1.07 કરોડ રૂપિયા કથિત રીતે પડાવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.

નવી મુંબઈ સાયબર પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર ગજાનન કદમે જણાવ્યું હતું કે આ પ્રકરણે રવિવારે 15 જણ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં એક ઍપ અને વેબસાઈટના માલિકોનો પણ સમાવેશ થાય છે.
ઠગ ટોળકીએ ખારઘરમાં રહેતા 48 વર્ષના ફરિયાદીનો 13 ફેબ્રુઆરીથી પાંચમી મે દરમિયાન વારંવાર સંપર્ક સાધ્યો હતો. શૅર ટ્રેડિંગમાં આકર્ષક વળતરની લાલચ આપી ટોળકીએ ફરિયાદીને વિવિધ બૅન્ક ખાતાંમાં નાણાં ટ્રાન્સફર કરવા પ્રેર્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.


લાલચમાં આવી ફરિયાદીએ અલગ અલગ બૅન્ક ખાતાઓમાં 1.07 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. જોકે બાદમાં શૅર્સમાં રોકેલાં નાણાં અને તેનું વળતર ફરિયાદીએ માગતાં આરોપીએ ઉડાઉ જવાબ આપ્યા હતા. બાદમાં આરોપીનો સંપર્ક ન થતાં ફરિયાદીને પોતે છેતરાયો હોવાની જાણ થઈ હતી.

આ પણ વાંચો : માસ્ટર કાર્ડ ફ્રોડમાં ખાનગી બૅન્ક સાથે4.47 કરોડની છેતરપિંડી: ત્રણ પકડાયા

આ પ્રકરણે ફરિયાદીએ સાયબર પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 419, 420 અને 34 તેમ જ ઈન્ફર્મેશન ટેક્નોલૉજી ઍક્ટની જોગવાઈ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)

Back to top button