નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચવા માટે શું છે કનેક્ટિવિટી ઓપ્શન્સ? જાણી લો એક ક્લિક પર…

મુંબઈઃ મહારાષ્ટ્રનું બીજા નંબરનું સૌથી મોટું નવી મુંબઈ ખાતે આવેલું એરપોર્ટ આજથી પ્રવાસીઓ માટે ખુલ્લુ મૂકાયું છે. આજથી એરપોર્ટ પરથી ફ્લાઈટ ટેકઓફ અને લેન્ડિંગ કરશે.એડવાન્સ ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું બિરૂદ હાંસિલ કરનાર નવી મુંબઈનું આ એરપોર્ટ એક મલ્ટિ કનેક્ટિવિટી એરપોર્ટ પણ છે, જેથી પ્રવાસીઓ માટે ખૂબ જ સુવિધાજનક છે. આવો એક નજર કરીએ નવી મુંબઈ એરપોર્ટ પર પહોંચવા માટે પ્રવાસીઓ પાસે કયા કયા ઓપ્શન્સ છે એના પર…
મલ્ટિ કનેક્ટિવિટી બનશે વરદાનરૂપ
નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના રનવે પર 25મી ડિસેમ્બરના એટલે કે આજે ઈન્ડિગોની પહેલી ફ્લાઈટ 6E 460 (બેંગ્લોર-મુંબઈ)એ 8 વાગ્યે લેન્ડિંગ કર્યું અને 8.40ના ઈન્ડિગોની જ 6E 882 નવી મુંબઈ-હૈદરાબાદ ફ્લાઈટે ટેક ઓફ પણ કર્યું. નવી મુંબઈ એરપોર્ટને કારણે મુંબઈ એરપોર્ટનું ભારણ તો ઘટશે જ પણ એની સાથે સાથે આ એરપોર્ટ પર પહોંચવા માટે પ્રવાસીઓ પાસે રેલવે, અટલ સેતુ, મુંબઈ-પુણે હાઈવે જેવી મલ્ટિકનેક્ટિવિટી પણ છે.
નાગરિકો પાસે શું છે વિકલ્પો?
મલ્ટિમોડલ કનેક્ટિવિટીની વાત કરીએ નવી મુંબઈ એરપોર્ટની એ સૌથી મોટી યુએસપી છે. આ એરપોર્ટ પર નાગરિકો રેલવે, મેટ્રો અને બાય રોડ ખૂબ જ સરળતાથી પહોંચી શકશે. મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંગ જેવા મહત્ત્વના પ્રકલ્પને કારણે આ એરપોર્ટની કનેક્ટિવિટીને વધારે સારી બનાવશે. નવી મુંબઈ એરપોર્ટ પર નાગરિકો મુંબઈ-પુણે હાઈવે, રેલવે અને અટલ સેતુ જેવા વિકલ્પો છે.
9 કરોડ પ્રવાસીઓ પ્રવાસ કરશે આ એરપોર્ટ પરથી
નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે પહેલાં દિવસે 30 ફ્લાઈટની અવરજવર રહેશે અને આશરે 4000 જેટલા પ્રવાસીઓ આ એરપોર્ટ પર પહોંચશે, એવી માહિતી સિડકોના જનરલ મેનેજર દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવી હતી. તેમણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે 15મી જાન્યુઆરી સુધી આ એરપોર્ટ પરથી 48 ફ્લાઈટની અવરજવર જોવા મળશે અને દર વર્ષે 9 કરોડ જેટલા મુસાફરો આ એરપોર્ટ પરથી પ્રવાસ કરશે એવી આશા સેવાઈ રહી છે.
હાલમાં આ એરપોર્ટ પરથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ટેક ઓફ અને લેન્ડ કરશે, પરંતુ માર્ચ-2026 સુધી અહીંથી ઈન્ટરનેશનલ ફલાઈટ પણ ટેકઓફ અને લેન્ડ કરશે. નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કાર્ગો સેવા પણ શરૂ કરવામાં આવશે, એવું તેમણે વધુમાં જણાવ્યું હતું.
શું લાભ થશે?
નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ફંક્શનલ થવાને કારણે મુંબઈના એર ટ્રાફિક પરનું ભારણ ઓછું થશે. આ એરપોર્ટ ફંક્શનલ થવાને કારણે નાગરિકોને પણ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ટ્રાવેલ દરમિયાન ખૂબ જ ફાયદો થશે. આ પ્રોજેક્ટને કારણે રોજગાર નિર્મિતી, ટુરિઝમ અને ઐદ્યોગિક તેમ જ ઈન્ડસ્ટ્રિયલ ઈન્વેસ્ટમેન્ટને પણ બુસ્ટ મળશે, એવો વિશ્વાસ વ્યક્ત કરાઈ રહ્યો છે.
આપણ વાંચો: મુંબઈમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર જમવા જતો રહેતાં સારવાર ના મળતાં ગુજરાતી યુવકનું મોત



