આમચી મુંબઈ

નવી મુંબઈમાં હિટ એન્ડ રન: ધારાવીના યુવકનું મોત, આઠ મિત્રો ઘાયલ

થાણે: નવી મુંબઈના ખારઘર વિસ્તારમાં પૂરપાટ વેગે આવનારી કારે બાઇકસવારોને અડફેટમાં લેતાં 23 વર્ષના યુવકનું મોત થયું હતું, જ્યારે તેના આઠ મિત્રો ઘાયલ થયા હતા. પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને ફરાર કારચાલકની શોધ આદરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર ખારઘર વિસ્તારમાં હીરાનંદાની બ્રિજ પર બુધવારે વહેલી સવારે આ અકસ્માત થયો હતો, જેમાં મૃત્યુ પામેલા યુવકની ઓળખ માનવ યેલપ્પા કુચ્ચિકોરવે તરીકે થઇ હતી, જે ધારાવીનો રહેવાસી હતો.

આપણ વાંચો: છત્રપતિ સંભાજીનગરમાં કારે અડફેટમાં લેતાં વૃદ્ધનું મોત: ચાર ઘાયલ

ધારાવી વિસ્તારમાં રહેતા યુવકોનું જૂથ અલગ અલગ બાઇક પર લોનાવલા જઇ રહ્યું હતું ત્યારે કારે તેમને અડફેટમાં લીધા હતા. આ અકસ્માતમાં ઘવાયેલા આઠ મિત્રોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ખારઘર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. કારચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેની શોધ ચલાવવામાં આવી રહી છે. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »
Back to top button