નવી મુંબઈમાં 1.17 કરોડના હેરોઇન-અફીણ સાથે બે ભાઇ પકડાયા

થાણે: નવી મુંબઈમાં 1.17 કરોડ રૂપિયાનું હેરોઇન અને અફીણ સાથે પોલીસે બે ભાઇની ધરપકડ કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
બંને ભાઇની ઓળખ નવજોતસિંહ કુલમિતસિંહ રંધાવા ઉર્ફે વિકી (34) અને ગુરજોતસિંહ કુલમિતસિંહ રંધાવા ઉર્ફે સની (32) તરીકે થઇ હતી, જેમને શુક્રવારે સિનિયર ઇન્સ્પેક્ટર સંદીપ નિગડેના નેતૃત્વ હેઠળ એન્ટિ-નાર્કોટિક્સ સેલ (એએનસી)ની ટીમે નવી મુંબઈના તળોજા ખાતેના ફ્લેટમાંથી તાબામાં લીધા હતા.
આપણ વાચો: એકસ્ટ્રા અફેરઃ ટ્રમ્પનો ડ્રગ્સ રિપોર્ટ, ભારત માટે ખતરાની ઘંટડી
નિગડેએ જણાવ્યું હતું કે બંને ભાઇ પાસેથી 1.16 કરોડ રૂપિયાનું 158 ગ્રામ હેરોઇન અને એક લાખ રૂપિયાનું અફીણ જપ્ત કરવામાં આવ્યું હતું. આ કેસમાં અમે બીજા પાંચ લોકોની શોધ ચલાવી રહ્યા છીએ. આરોપીઓએ આ ડ્રગ્સ ક્યાંથી મેળવ્યું હતું અને તે કોને વેચવા માટે તળોજા ખાતે આવ્યા હતા, તેની તપાસ કરવામાં આવી રહી છે. (પીટીઆઇ)



