આમચી મુંબઈ

નવી મુંબઈ પાલિકા ચૂંટણી: વાશીમાં ભાજપના ઉમેદવારને મોટી રાહત મળી

મુંબઈઃ બોમ્બે હાઈ કોર્ટે નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ 17એ (વાશી)માં આગામી ચૂંટણી પર અને ભાજપના ઉમેદવારના નામાંકનને નકારી કાઢવાના રિટર્નિંગ ઓફિસરના આદેશ પર વચગાળાનો સ્ટે આપ્યો હતો.
ભાજપના નેતા નિલેશ ભોજણેનું નામાંકન ફોર્મ મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની કલમ 10(1ડી) હેઠળ રિટર્નિંગ ઓફિસરે એ આધાર પર રદ કર્યું હતું કે તેમની મિલકત પર અનધિકૃત બાંધકામ થયું છે.

મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખર અને ન્યાયાધીશ ગૌતમ અંકડની બેન્ચે જણાવ્યું હતું કે ચૂંટણી રિટર્નિંગ અધિકારીએ ભોજણેના ઉમેદવારી ફોર્મને નકારી કાઢીને “પ્રથમ દૃષ્ટિએ ગેરકાયદેસર અને મનસ્વી રીતે સત્તાનો ઉપયોગ કર્યો છે”.

આપણ વાચો: મુંબઈ BMC ચૂંટણી: ઉદ્ધવ ઠાકરેનો મોટો દાવ, 70 ટકા નવા અને યુવા ચહેરાને મળશે તક

કોર્ટે રાજ્ય ચૂંટણી પંચ, કમિશનર, નવી મુંબઈ મહાનગરપાલિકા, મુખ્ય ચૂંટણી અધિકારી અને ચૂંટણી રિટર્નિંગ અધિકારી, નવી મુંબઈ મહાનગરપાલિકા, વગેરેને વોર્ડ નંબર 17એ માટે કાઉન્સિલરની બેઠક પરની ચૂંટણી અંગે કોઈ પણ કાર્યવાહી કરવા પર રોક લગાવી હતી.

ભોજણેએ 31 ડિસેમ્બર, 2025ના રિટર્નિંગ ઓફિસરના તેમના નામાંકનને અમાન્ય જાહેર કરવાના આદેશને પડકાર્યો હતો. મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની કલમ 10(1ડી) મુજબ, જો કોઈ વ્યક્તિ અથવા તેના આશ્રિત પરિવારના સભ્યએ કોઈ પણ ગેરકાયદે અથવા અનધિકૃત બાંધકામ બનાવ્યું હોય તો તેને કાઉન્સિલર બનવા માટે ગેરલાયક ઠેરવવામાં આવશે.

ભોજણેએ 31 ડિસેમ્બર, 2025 ના રોજ રિટર્નિંગ ઓફિસરના આદેશને પડકારતાં પોતાની અરજીમાંજણાવ્યું હતું કે આ કલમ ફક્ત વર્તમાન કાઉન્સિલરને લાગુ પડે છે, ઉમેદવારને નહીં.

આપણ વાચો: નવી મુંબઈવાસીઓની પાણીની તંગી દૂર થશેઃ નવી પાણીની પાઇપલાઇન નાખવાનો નિર્ણય

બેન્ચે તેના આદેશમાં કહ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયામાં અવરોધ ઊભો કરવો અથવા તેને અટકાવવો એ એક બાબત છે, જ્યારે કેટલાક મતવિસ્તારો અથવા વોર્ડમાં દખલગીરી બીજી બાબત છે.

અમારું પ્રથમ દૃષ્ટિએ માનવું છે કે હાલના જેવા મામલામાં અરજી પર વિચાર કરવા માટે કોઈ સંપૂર્ણ પ્રતિબંધ નથી, જે પ્રથમ દૃષ્ટિએ ચૂંટણી રિટર્નિંગ અધિકારી દ્વારા સત્તાનો ગેરકાયદે અને મનસ્વી ઉપયોગ દર્શાવે છે, એમ હાઇ કોર્ટે જણાવ્યું હતું. કોર્ટે કહ્યું કે અરજદારને વચગાળાની રાહત આપવી જરૂરી છે કારણ કે કલમ 10(1ડી) તેમના કિસ્સામાં લાગુ પડતી નથી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button