નવી મુંબઈમાં 15.36 લાખનું ડ્રગ્સ જપ્ત: પંજાબના બે રહેવાસી પકડાયા

થાણે: નવી મુંબઈની લોજમાંથી પોલીસે 15.32 લાખ રૂપિયાની કિંમતનું હેરોઇન પકડી પાડ્યું હતું અને પંજાબના બે રહેવાસીની ધરપકડ કરી હતી. નવી મુંબઈ પોલીસના એન્ટિ-નાર્કોટિક્સ સેલે (એએનસી) મળેલી માહિતીને આધારે સીબીડી-બેલાપુર વિસ્તારમાં આવેલી લોજની રૂમમાં પાંચમી જુલાઇએ રેઇડ પાડી હતી.
રેઇડ દરમિયાન બે જણને તાબામાં લેવાયા હતા, જેમની ઓળખ પરમજીતસિંહ મહિન્દ્રસિંહ (29) અને સુખવિંદર દારાસિંહ (35) તરીકે થઇ હતી. તેમની પાસેથી 15.32 લાખ રૂપિયાનું હેરોઇન મળી આવ્યું હતું.
આપણ વાંચો: ગોરેગામમાં 1.15 કરોડનું હેરોઇન જપ્ત: બે ડ્રગ પેડલરની ધરપકડ…
સીબીડી-બેલાપુર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે રૂમમાં હાજર અન્ય ત્રણ વ્યક્તિ ભાગી છૂટવામાં સફળ રહી હતી અને પોલીસ તેમની શોધ ચલાવી રહી છે.
દરમિયાન પકડાયેલા બંને આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓએ ડ્રગ્સ ક્યાંથી મેળવ્યું હતું અને તે કોને વેચવા માટે નવી મુંબઈમાં આવ્યા હતા, તેની તપાસ કરવામાં આવી રહી છે. (પીટીઆઇ)