આમચી મુંબઈ

નવી મુંબઈમાં વાયુ અને ધ્વનિ પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન કરનારા ૧૮ ડેવલપરોને સ્ટોપ વર્કની નોટિસ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
પ્રદૂષણને લગતા નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાની નોંધ લઈને નવી મુંબઈ મહાનગરપાલિકાએ ૧૮ ડેવલપરોને સ્ટોપ વર્કની નોટિસ ફટકારી છે.

નવી મુંબઈ મહાનગરપાલિકા વિસ્તારમાં જુદા જુદા ઠેકાણે મોટા પ્રમાણમાં ક્ન્સ્ટ્રકશનનું કામ ચાલી રહ્યું છે, તેને કારણે ધ્વની અને વાયુ પ્રદૂષણ થઈ રહ્યું છે. તેની સામે અનેક ફરિયાદ આવ્યા બાદ મુંબઈ હાઈ કોર્ટના નિર્દેશ અને ફરજિયાત રીતે પ્રદૂષણને નિયંત્રણમાં લાવવાની ઉપાયયોજનાને અમલમાં નહીં મૂકનારા ડેવલપરો સામે નવી મુંબઈ પાલિકા પ્રશાસને પગલા લીધા હોવાનું જણાવ્યું હતું.

હાઈ કોર્ટના નિર્દેશને પગલે પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે પહેલી ઑગસ્ટ, ૨૦૨૫થી નવી મુંબઈમાં સ્ટાર્ન્ડ ઓપરેટિંગ પ્રોસેજર(એસઓપી)અમલમાં મૂકવામાં આવી છે. ડેવલપરો અને આર્કિટેક્ટને આ બાબતે સૂચના પણ આપવામાં આવી હતી. છતાં પાલિકા દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણ દરમ્યાન ૮૫ ઓનગોઈંગ પ્રોજેક્ટ પર નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનું જણાઈ આવ્યું હતું. તેથી ક્ધસ્ટ્રકશન સાઈટ પર પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે ડેવલપરો દ્વારા યોગ્ય પગલા લેવામાં નહીં આવતા તેમને ૨૬ નવેમ્બર, ૨૦૨૫ના નોટિસ ફટકારવામાં આવી હતી અને તેમાંથી ૧૮ પ્રોજેક્ટ એસઓપીને અમલમાં મૂકવામાં નિષ્ફળ જતા તેમને સ્ટોપ વર્કની નોટિસ ફટકારવામાં આવી હોવાનું નવી મુંબઈ પાલિકા પ્રશાસને જણાવ્યું હતું.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button