આમચી મુંબઈ
ફ્લેટ ખરીદીના સોદામાં ડોક્ટર સાથે 70 લાખની ઠગાઇ: ત્રણ સામે ગુનો

થાણે: નવી મુંબઈમાં ફ્લેટ ખરીદીના સોદામાં 48 વર્ષના ડોક્ટર સાથે 70 લાખ રૂપિયાની ઠગાઇ આચરવા પ્રકરણે મહિલા સહિત ત્રણ સામે ગુનો દાખલ કરાયો હતો. આરોપીઓએ કલંબોલીના રોડપાલી વિસ્તારમાં આવેલો ફ્લેટ ડોક્ટરને દેખાડ્યો હતો. આ ફ્લેટ અન્ય કોઇને વેચી દેવામાં આવ્યો હોવા છતાં તે ખરીદવા માટે ડોક્ટરને દેખાડી ખરીદવા માટે મનાવી લીધો હતો. તેમણે ડોક્ટર પાસેથી 70 લાખ રૂપિયા લીધા હતા, પણ ફ્લેટનો તાબો આપ્યો નહોતો, એમ કલંબોલી પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું.
Also read: નવી મુંબઈમાં ભારતીય મહિલા ક્રિકેટર્સના નવા વિક્રમોની ભરમાર…
દરમિયાન ડોક્ટરે પોતાના રૂપિયા પાછા માગ્યા ત્યારે આરોપીઓ તેને ટાળવા લાગ્યા હતા. આથી ડોક્ટરે મંગળવારે કલંબોલી પોલીસનો સંપર્ક સાધીને ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે પોલીસે મહિલા સહિત ત્રણ સામે ગુનો દાખલ કર્યો હતો. (PTI)