નવી મુંબઈ એરપોર્ટનું ઉદ્ધાટન ફરી લટ્ક્યું, જાણો નવી ડેડલાઈન?

મુંબઈઃ છેલ્લા કેટલાક મહિનાથી નવી મુંબઈ એરપોર્ટનું ઉદ્ધાટન કરવા માટે પ્રશાસન કમર કસી રહ્યું છે, જે વારંવાર નવી ડેડલાઈન જાહેર કર્યા પછી હવે એરપોર્ટના ઉદ્ધાટનનું કામ લટકી ગયું છે. નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લગભગ ૯૫ ટકા બાંધકામ કાર્ય પૂર્ણ થયું છે અને તેનો પ્રથમ તબક્કો સપ્ટેમ્બર સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે, એમ ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે જણાવ્યું હતું.
પહેલા ઓગસ્ટના અંત સુધીમાં ઉદ્ઘાટન કરવાનું લક્ષ્ય હતું, પરંતુ થોડા વિલંબને કારણે તે એક મહિનો લંબાયું છે. પ્રારંભિક સેવાઓ મર્યાદિત ક્ષમતા સાથે શરૂ થશે. પ્રથમ કાર્યરત થયાના થોડા મહિના પછી એરપોર્ટનો બીજો તબક્કો શરૂ થવાની ધારણા છે.
આપણ વાંચો: નવી મુંબઈ એરપોર્ટ પરથી સપ્ટેમ્બરમાં ઉડશે ફ્લાઇટ્સ…
સામંત મહારાષ્ટ્રમાં રોકાણ પર લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાનો જવાબ આપી રહ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે રાજ્ય સરકારે કંપનીઓ સાથે કરેલા સમજૂતી કરાર (એમઓયુ)માંથી ૮૭ ટકા પૂર્ણ થયા છે, જે દેશમાં સૌથી વધુ છે. મહારાષ્ટ્રે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વમાં વિદેશી સીધા રોકાણ આકર્ષવામાં અન્ય તમામ રાજ્યોને પાછળ છોડી દીધા છે.
છેલ્લા ત્રણ વર્ષમાં મહારાષ્ટ્ર સરકારે ૧.૮૦ લાખ કરોડ, ૭ લાખ કરોડ અને ૧૫.૭૨ લાખ કરોડના એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે, જે ૪૬ કંપની સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, તેમાંથી ૧૫ કંપનીને જમીન ફાળવવામાં આવી છે.
આગામી દિવસોમાં વધુ સાત કંપનીઓને જમીન ફાળવવામાં આવશે. તેમની વિનંતી મુજબ અન્ય ૨૦ કંપનીઓને પ્લોટ આપવામાં આવશે, અને ચાર ઔદ્યોગિક એકમો ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવાના છે,” તેમણે જણાવ્યું હતું.
આપણ વાંચો: નવી મુંબઈ એરપોર્ટનું નામ ડી બી પાટિલના નામ પર નહીં રાખવામાં આવે તો ‘અસંતોષનો વિસ્ફોટ’ થશે: સમિતિ
પ્રધાને રાજ્યમાં સમાન ઔદ્યોગિક વિકાસ પર સરકારના ધ્યાન પર પણ ભાર મૂક્યો. “ગઢચિરોલી ૧ લાખ કરોડના રોકાણ સાથે સ્ટીલ ઉત્પાદન કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. મુખ્યપ્રધાન રોજગાર ગેરંટી યોજના હેઠળ ૬૨,૦૦૦થી વધુ ઔદ્યોગિક એકમો સ્થાપિત થયા છે – જે અગાઉના એમવીએ સરકારના કાર્યકાળ કરતા છ ગણા વધુ છે. કારીગરો અને કુશળ કારીગરો માટે કેન્દ્રની વિશ્વકર્મા યોજના લાગુ કરવામાં મહારાષ્ટ્ર ટોચના ત્રણ રાજ્યોમાંનું એક છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની નાણાકીય સ્થિતિ અંગેના પ્રશ્નોના જવાબમાં સામંતે કહ્યું કે નાગરિક સંસ્થાનું દેવું ૨.૩૨ લાખ કરોડ છે અને છેલ્લા એક વર્ષમાં તેમાં ૨૨ ટકાનો વધારો થયો છે. જોકે, તેમણે એવા દાવાઓને ફગાવી દીધા કે આ વધારો ગેરવહીવટને કારણે થયો છે.