નવી મુંબઈ એરપોર્ટ પર 200થી વધુ પોલીસ અધિકારીની ભરતીને મંજૂરી...

નવી મુંબઈ એરપોર્ટ પર 200થી વધુ પોલીસ અધિકારીની ભરતીને મંજૂરી…

નવી મુંબઈ: નવી મુંબઈના બહુચર્ચિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે હવે ૨૮૫ પોલીસ પદો ભરવા માટે ગૃહ વિભાગે મંજૂરી આપી છે. આ પદો એરપોર્ટ પરના ચેકપોસ્ટ માટે હશે. આ માટે ૧૦,૧૦,૮૮,૦૦૦ રૂપિયાનો ખર્ચ થવાની ધારણા છે.

સરકારે નવી મુંબઈમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો પ્રથમ તબક્કો સપ્ટેમ્બરથી શરૂ કરવાની યોજના બનાવી છે. નવી મુંબઈ એરપોર્ટ પનવેલ અને ઉલવે પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. આ એરપોર્ટ માટે, સિડકો વહીવટીતંત્રે ઉલવે, ગણેશપુરી, તારઘર, કોમ્બડભુજે, વાઘીવલી ગામ, વાઘીવલી પાડા, કોપર, કોલ્હી, ચિંચપાડા ગામોમાંથી જમીન સંપાદિત કરી છે.

આ એરપોર્ટ સંપૂર્ણ રીતે કાર્યરત થયા પછી, દર વર્ષે નવ કરોડ મુસાફરો મુસાફરી કરી શકે યોજના છે. તેથી, એરપોર્ટ પર સુરક્ષા મહત્વપૂર્ણ છે. ગૃહ વિભાગ એરપોર્ટ પર ઇમિગ્રેશન ચેક પોસ્ટ માટે ૨૮૫ નવી જગ્યાઓ ભરવાનું વિચારી રહ્યું હતું. આખરે, આ દરખાસ્તને તાજેતરમાં રાજ્ય સરકારની મંજૂરી મળી ગઈ છે. તેથી, હવે ૨૮૫ પદો માટેનો માર્ગ મોકળો થયો છે.

એરપોર્ટનો શિલાન્યાસ સમારોહ ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૮ના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યોજાયો હતો.એરપોર્ટમાં ચાર પેસેન્જર ટર્મિનલ, બે રનવે, એક કાર્ગો ટ્રક ટર્મિનલ અને મહત્વપૂર્ણ સંરક્ષણ અને નાગરિક ઉડ્ડયન સંબંધિત સુવિધાઓ હશે.

આ પણ વાંચો…નવી મુંબઈ એરપોર્ટ પરથી સપ્ટેમ્બરમાં ઉડશે ફ્લાઇટ્સ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button