નવી મુંબઈ એરપોર્ટનું નામ દિ. બા. પાટિલ નહીં, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર રાખવામાં આવશે: સંજય રાઉત | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

નવી મુંબઈ એરપોર્ટનું નામ દિ. બા. પાટિલ નહીં, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર રાખવામાં આવશે: સંજય રાઉત

મુંબઈ: નવી મુંબઈમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પહેલા તબક્કાનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. જોકે, આ એરપોર્ટને હજુ સુધી કોઈ નામ આપવામાં આવ્યું નથી. શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે હવે દાવો કર્યો છે કે ગૌતમ અદાણી નવી મુંબઈ એરપોર્ટનું નામ દિ. બા. પાટિલ રાખવાનો વિરોધ કરે છે.

પનવેલ અને ઉરણ વિસ્તારના સ્થાનિક લોકો છેલ્લા ત્રણ વર્ષથી એરપોર્ટનું નામ દિવંગત નેતા દિ. બા. પાટિલના નામ પર રાખવા માટે આંદોલન કરી રહ્યા છે. ઉદ્ઘાટન પહેલા રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને દિ. બા. પાટિલનું નામ આપવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો અને એવું કહેવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકાર તેના માટે સકારાત્મક છે. જોકે, ઉદ્ઘાટન કાર્યક્રમમાં દિ. બા. પાટિલ નામકરણ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.

આપણ વાંચો: ગૌતમ અદાણીએ નવી મુંબઈ એરપોર્ટની સરખામણી કમળ સાથે કરી, ભારતના ભવિષ્યનું પ્રવેશદ્વાર ગણાવ્યું

મીડિયા સાથે વાત કરતી વખતે સંજય રાઉતે ભાજપની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ બુધવારે એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. ભાજપ એરપોર્ટનું નામ દિ. બા. પાટિલના નામ પર રાખવાની વિરુદ્ધ છે. ભાજપમાં એક વર્ગનું માનવું છે કે આટલા મોટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ દિ. બા. પાટિલના નામ પર રાખવાની જરૂર નથી. ગૌતમ અદાણી પણ તેનું નામ દિ. બા. પાટિલના નામ પર રાખવાની વિરુદ્ધ છે.

સંજય રાઉતે મીડિયાને એવી માહિતી આપી હતી કે નવી મુંબઈના એરપોર્ટનું નામ ‘નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ’ રાખવાની ભાજપમા માગણી, પ્રસ્તાવ અને ચર્ચા ચાલી રહી છે.

આપણ વાંચો: નવી મુંબઈ એરપોર્ટ જાણો ક્યારથી ખૂલી શકે છે, જુઓ કેવું હશે?

અમદાવાદમાં વિશ્ર્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલના નામ પર રાખવામાં આવ્યું હતું. જ્યારે તેઓ જીવતા હતા ત્યારે તેનું નામ નરેન્દ્ર મોદી રાખવામાં આવ્યું હતું. તેવી જ રીતે, નવી મુંબઈના એરપોર્ટનું નામ નરેન્દ્ર મોદી રાખવા માટે ભાજપમાં સર્વસંમતિ છે. ગૌતમ અદાણીએ પણ આ માટે સંમતિ આપી હોવાથી, નવી મુંબઈના એરપોર્ટનું નામ દિ. બા. પાટિલના નામ પર રાખી શકાશે નહીં, એવો દાવો સંજય રાઉતે કર્યો હતો.

સંજય રાઉતે એવો પણ દાવો કર્યો હતો કે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ માંગ કરી છે કે નવી મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ અદાણીના નામ પર રાખવામાં આવે અથવા નરેન્દ્ર મોદીના નામ પર રાખવામાં આવે. આ એરપોર્ટનો પ્રોજેક્ટ દિ. બા. પાટિલના નામે મંજૂર કરવામાં આવ્યો હતો. તેથી, શિવસેના (યુબીટી)ની માગણી ચાલુ રહેશે કે એરપોર્ટનું નામ તેમના નામ પર રાખવામાં આવે, એમ રાઉતે કહ્યું હતું.

નરેન્દ્ર મોદી વિષ્ણુના અવતાર છે: રાઉત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિષ્ણુના તેરમા અવતાર છે અને તેમના નામ પર એરપોર્ટનું નામ રાખવાની કોઈ જરૂર નથી, એવી ટીકા સંજય રાઉતે કરી હતી. વડાપ્રધાન મોદીએ શરૂઆતમાં અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી રાખવાનો વિરોધ કર્યો હતો. છતાં, તેમણે પોતાના નામ પર રાખેલા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. તેથી, નવી મુંબઈ એરપોર્ટનું નામકરણ અંગેના તેમના નિવેદનો પર વિશ્ર્વાસ કરી શકાય નહીં, એમ પણ સંજય રાઉતે આ સમયે કહ્યું હતું.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button