નવી મુંબઈ એરપોર્ટનું નિર્માણ કાર્ય 60 ટકા પૂર્ણ
નવી મુંબઈ: શહેરમાં બની રહેલા એરપોર્ટ સંબંધે સૂત્રોનું કહેવું છે કે તેનું 60 ટકાથી વધુ બાંધકામ પૂર્ણ થઈ ગયું છે અને ડિસેમ્બર 2024 સુધીમાં આ એરપોર્ટ કોમર્શિયલ પ્રવૃત્તિઓ માટે સંપૂર્ણપણે તૈયાર થઈ જશે. આ ગ્રીન ફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ કાર્ય ખૂબ જ ઝડપી ગતિએ થઈ રહ્યું છે.
ઇંધણ માટે પાઇપલાઇન નાખવામાં આવી રહી છે 3,700 મી. લંબાઈ આશરે 2,800 મીટર લાંબી રન-વેની પટ્ટી પૂર્ણ થઈ ગઈ છે અને જાન્યુઆરીના અંત સુધીમાં ટેકરીને સમતળ કર્યા પછી બાકીનો ભાગ પૂર્ણ કરવામાં આવશે. ટર્મિનલ, એટીસી ટાવર અને સહાયક ઈમારતોનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટથી એરપોર્ટ સુધી સામાન્ય ઉપયોગની ભૂગર્ભ ઈંધણ પાઈપલાઈન નાખશે. એરપોર્ટ ઓપરેટર દ્વારા ટર્મિનલની અંદર ઇંધણની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. બેગેજ હેડલિંગ, એકસ રે મશીન, વિમાન બચાવ અને અગ્નિશમન વાહનો તેમજ સામાન સંચાલનના કરારો થઇ ચૂકયા છે. આગલા વર્ષ સુધીમાં સંપૂર્ણપણે તૈયાર થઈ જાય એ માટે ઝડપી ગતિએ કાર્ય થઇ રહ્યું છે.