નવી મુંબઈ એરપોર્ટ અને બુલેટ ટ્રેન સ્ટેશન એક જ સ્થળે: મુસાફરી બનશે વધુ સરળ...
Top Newsઆમચી મુંબઈ

નવી મુંબઈ એરપોર્ટ અને બુલેટ ટ્રેન સ્ટેશન એક જ સ્થળે: મુસાફરી બનશે વધુ સરળ…

મુંબઈઃ દેશના પ્રથમ મુંબઈથી અમદાવાદ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હાલમાં થાણે અને મુંબઈના ઉપનગરોમાં ચાલી રહ્યું છે. આગામી ત્રણથી ચાર વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થવાની શક્યતા છે. આ અંગે હવે વધુ એક મોટું અપડેટ સામે આવ્યું છે.

નાગરિકોને એરપોર્ટ સુધી પહોંચવા માટે વિવિધ વિકલ્પો ઉપલબ્ધ થશે અને રોડ, જળ અને ટ્રેન એમ ત્રણેય પ્રકારની કનેક્ટિવિટી મળશે. તે મુજબ, અટલ સેતુ અર્થાત્ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક દ્વારા તેને સીધું મુંબઈ સાથે જોડવામાં આવશે. સૂચિત મેટ્રો લાઇન ૮ એટલે કે ગોલ્ડ લાઇન છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, મુંબઈ અને નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને જોડશે.

જ્યારે મુંબઈ-હૈદરાબાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન હશે. જેના કારણે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના મુસાફરો પણ નવી મુંબઈ એરપોર્ટ સુધી સરળતાથી પહોંચી શકશે. આ સાથે જ, ભવિષ્યમાં નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દેશનું પ્રથમ જળ પરિવહન ધરાવતું એરપોર્ટ બનશે. વોટર ટેક્સી દ્વારા તેને મુંબઈ અને આસપાસના દરિયાકાંઠાના વિસ્તારો સાથે સીધું જોડી શકાશે.

એરપોર્ટ પ્રોજેક્ટના મહત્વને ધ્યાનમાં રાખીને, એરપોર્ટની આસપાસના સ્થાનિક વિસ્તારોમાં વિકાસ અને માળખાકીય સુવિધાઓનું વ્યૂહાત્મક આયોજન કરવામાં આવશે. નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કાર્યરત થવાથી થાણે, કલ્યાણ, ભિવંડી, ડોમ્બિવલી જેવા વિસ્તારોના મુસાફરોને મોટી રાહત મળશે. આ માટે, મુંબઈ મહાનગર પ્રદેશના વિવિધ ભાગોને નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સાથે જોડવામાં આવશે.

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (NMIA)નું ઉદ્ઘાટન આઠમી ઓક્ટોબરના વડા પ્રધાન મોદી દ્વારા થવાનું છે. એકવાર ખુલી ગયા પછી ભારતની આર્થિક રાજધાની દાયકાઓ જૂની ઉડ્ડયન માળખાકીય સુવિધાઓમાં વધારો થશે. લાંબા અંતરના વાઇડબોડી એરક્રાફ્ટ સહિત વિમાનો માટે અહીં વધુ સ્લોટ બનાવવામાં આવ્યા છે.

નવી મુંબઈ એરપોર્ટનું નિર્માણ નવા ઇમિગ્રેશન અને સુરક્ષા માળખા સાથે કરવામાં આવ્યું છે. દેશભરના ભારતીયો નવી મુંબઈ એરપોર્ટનો ઉપયોગ કરે તે સુનિશ્ચિત કરવા માટે સરકાર કોઈ કસર છોડી રહી નથી.

આ પણ વાંચો…નવી મુંબઈ એરપોર્ટ કાઉન્ટડાઉન સ્ટાર્ટઃ એર ઈન્ડિયાની રોજની 20 ફ્લાઇટ્સ શરૂ થશે

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button