નવી મુંબઈ એરપોર્ટ કાઉન્ટડાઉન સ્ટાર્ટઃ એર ઈન્ડિયાની રોજની 20 ફ્લાઇટ્સ શરૂ થશે

મુંબઈઃ નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (NMIA)ના ઉદ્ઘાટનની તારીખ નજીક આવતાં જ એર ઈન્ડિયા ગ્રુપે ત્યાંથી કમર્શિયલ ફ્લાઇટ્સ શરૂ કરવાની યોજનાની જાહેરાત કરી છે. એર ઈન્ડિયા એક્સપ્રેસ દેશના 15 શહેરોમાં દરરોજ 20 ફ્લાઇટ્સનું સંચાલન કરશે. મુંબઈ મેટ્રોપોલિટન રિજનનું બીજું એરપોર્ટ, NMIA, 30 સપ્ટેમ્બરના રોજ તેના નિર્ધારિત ઉદ્ઘાટન માટે તૈયાર થઈ રહ્યું છે.
ઈન્ડિગો અને અકાસા એર દ્વારા એરપોર્ટના સંચાલનના પહેલા દિવસથી કામગીરી શરૂ કરવાની યોજના જાહેર કર્યા પછી, એર ઈન્ડિયા ગ્રુપે પણ ઉદ્ઘાટનના એક અઠવાડિયા પહેલા મંગળવારે તેની યોજના જાહેર કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, એરલાઈન ગ્રુપ જુલાઈમાં કામગીરીની જાહેરાત કરવાનું હતું પરંતુ અમદાવાદમાં થયેલા દુ:ખદ AI-171 પ્લેન ક્રેશને કારણે તેને મુલતવી રાખવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : નવી મુંબઈ એરપોર્ટ જાણો ક્યારથી ખૂલી શકે છે, જુઓ કેવું હશે?
નવા એરપોર્ટની કામગીરીના પ્રથમ તબક્કામાં, એર ઇન્ડિયા જૂથની, એર ઇન્ડિયા એક્સપ્રેસ દૈનિક 15 ભારતીય શહેરોમાં 20 ફ્લાઈટ્સનું સંચાલન કરશે, જેના પરિણામે 40 એર ટ્રાફિક મૂવમેન્ટ (ATM) થશે. એરલાઇન 2026ના મધ્ય સુધીમાં 55 ફ્લાઈટ્સ સુધી વધારવાનો પણ ઇરાદો ધરાવે છે, જેમાં દૈનિક 5 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. 2026 ના શિયાળા સુધીમાં, જૂથ NMIA થી 60 ફ્લાઈટ્સ શરુ કરવાનું લક્ષ્ય રાખે છે.
એર ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટરે જણાવ્યું હતું કે, “અમે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કામગીરી શરૂ કરવા માટે આતુર છીએ, કારણ કે મુંબઈ એક કરતાં વધુ એરપોર્ટ ધરાવતા વિશ્વના શહેરોની લીગમાં જોડાય છે. તેના વ્યૂહાત્મક ભૌગોલિક સ્થાનને કારણે મુસાફરો અને કાર્ગો માટે દેશના મુખ્ય વૈશ્વિક પરિવહન કેન્દ્રોમાંના એક તરીકે બનાવવા માટે અમે અદાણી એરપોર્ટ સાથે કામ કરીને ખુશ છીએ. એર ઇન્ડિયા ગ્રુપમાં અમને ભારતમાં પશ્ચિમથી પૂર્વ અને તેનાથી આગળના દેશોને જોડવામાં નેતૃત્વ કરવાનો ગર્વ છે, અને NMIA ખાતે અમારું વિસ્તરણ વૈશ્વિક ઉડ્ડયન કેન્દ્ર તરીકે ભારતના વિકાસને ટેકો આપશે.
આ પણ વાંચો : નવી મુંબઈ એરપોર્ટ પર એરફોર્સનું વિમાન ઉતરતા જ શિંદે બોલ્યા મહાયુતિ ‘ઉડાન અને લડાઈ’ માટે તૈયાર
અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે જણાવ્યું હતું કે, “અમારા એરલાઇન ભાગીદારોમાંના એક તરીકે નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ડિયા ગ્રુપનું સ્વાગત કરતાં અમને આનંદ થાય છે. તેમની મહત્વાકાંક્ષી વિસ્તરણ યોજનાઓ અને વૈશ્વિક દ્રષ્ટિકોણ NMIAને વૈશ્વિક ઉડ્ડયનમાં એક બેન્ચમાર્ક બનાવવાના અમારા ઉદ્દેશ્યમાં મદદરૂપ થશે.
આ ભાગીદારી મુંબઈના કનેક્ટિવિટી માળખાને નવું રૂપ આપશે અને ભારતની બે-એરપોર્ટ વ્યૂહરચનાને મજબૂત બનાવશે, મુસાફરો માટે કાર્યક્ષમતા વધારવા અને શ્રેષ્ઠ અનુભવ માટે NMIA દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ દાયકાઓ સુધી સીમલેસ અને શ્રેષ્ઠ મુસાફરી માટે મુખ્ય ભૂમિકા ભજવશે.”
એરપોર્ટના સીઈઓએ જણાવ્યું હતું કે ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી શરૂઆતના સમયગાળામાં દર કલાકે ફક્ત 8 થી 10 એટીએમથી શરૂ થશે અને 2026 ના ઉનાળા સુધીમાં ધીમે ધીમે 30 સુધી પહોંચી જશે.
58 એકરમાં ફેલાયેલ NMIA તેના પ્રારંભિક તબક્કામાં, વાર્ષિક 20 મિલિયન મુસાફરો અને 0.5 MMT કાર્ગોનું સંચાલન કરે તેવી અપેક્ષા છે, જે પૂર્ણ થયા પછી 90 મિલિયન મુસાફરો અને 3.2 MMT કાર્ગોનું સંચાલન કરવાની ક્ષમતા ધરાવે છે.