આમચી મુંબઈમહારાષ્ટ્ર

લોકસભાની ચૂંટણીમાં જંગી જીત હાંસલ કરવાનો રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતાનો દાવો

મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા પ્રફુલ્લ પટેલે પાર્ટીના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ’ (I.N.D.I.A) નિષ્ફળ જશે કારણ કે લોકોને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સંપૂર્ણ વિશ્વાસ છે. અને એવો દાવો પણ કર્યો હતો કે સત્તાધારી ‘મહાયુતિ’ ગઠબંધન મહારાષ્ટ્રમાં આગામી લોકસભા ચૂંટણીમાં જંગી જીત હાંસલ કરશે.

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી (BJP), એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના અને અજિત પવારના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)નું મહાગઠબંધન આવનારી ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં લોકસભાની મોટાભાગની બેઠકો જીતી જશે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે મોદી સરકારના શાસનમાં ફક્ત ભારત મજબૂત રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું એટલું જ નહિ પરંતુ ભારતે ઇસ્લામિક દેશો સાથે પણ મજબૂત સંબંધો વિકસાવ્યા છે અને તેનું મુખ્ય ઉદાહરણ એ છે કે અબુ ધાબીમાં સૌથી મોટા હિંદુ મંદિરોમાંનું એક બનવા જઈ રહ્યું છે.

તેમણે કહ્યું હતું કે વિપક્ષી ગઠબંધન ‘I.N.D.I.A’માં કુલ 25 ભાગીદારો છે જેઓ એક બાબત પર ક્યારેય સર્વસંમતિ બનાવી શક્યા નથી. આ તમામ નેતાઓ કોઈપણ સ્પષ્ટ એજન્ડા વગર માત્ર વડા પ્રધાન મોદીને નિશાન બનાવીને ચૂંટણી જીતવા માટે મહંનત કરી રહ્યા છે. હવે જ્યારે કોઈપમ મુદ્દા પર તેઓ ક્યારેય એક નથી થતા તેઓ એક સાથે ચૂંટણી કેવી રીતે લડશે. આ ઉપરાંત મરાઠા આરક્ષણ પર પણ પ્રફુલ્લ પટેલે કહ્યું હતું કે કાર્યકર્તા મનોજ જરાંગે દ્વારા ભૂખ હડતાળ પાછી ખેંચી લીધા બાદ આ મુદ્દો લગભગ ઉકેલાઈ ગયો છે અને એનસીપી હંમેશા મરાઠા આરક્ષણની તરફેણમાં રહી છે.

નોંધનીય છે કે એકનાથ શિંદે સરકારને મરાઠા આરક્ષણના મુદ્દે ઝુકવું પડ્યું હતું. શિંદે સરકારે કાર્યકર્તા મનોજ જરાંગેની કુલ 13 માંગણીઓ સ્વીકારી લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker