અજિત પવારના નેતૃત્વ હેઠળ એનસીપી લોકસભાની ચૂંટણીમાં 100 ટકા સફળતા મેળવશે: સુનિલ તટકરે | મુંબઈ સમાચાર
આમચી મુંબઈમહારાષ્ટ્ર

અજિત પવારના નેતૃત્વ હેઠળ એનસીપી લોકસભાની ચૂંટણીમાં 100 ટકા સફળતા મેળવશે: સુનિલ તટકરે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: એનસીપીના સંસદસભ્ય સુનિલ તટકરેએ રવિવારે કહ્યું હતું કે અજિત પવારના નેતૃત્વ હેઠળનું એનસીપીનું જૂથ લોકસભાની 2024ની ચૂંટણીમાં 100 ટકા સ્ટ્રાઈક રેટ સાથે સફળતા મેળવશે.

તેમણે એમ પણ કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં પાર્ટી એનડીએના ઘટકપક્ષ તરીકે ઉતરશે.

મને વિશ્ર્વાસ છે કે રાજ્યના લોકો દ્વારા અજિત પવારના નેતૃત્વ હેઠળ પાર્ટીએ અપનાવેલા રાજકીય વલણ પર માન્યતાનો થપ્પો લગાવશે, એમ પણ તેમણે કહ્યું હતું.

એનસીપીમાં બીજી જુલાઈના રોજ ભંગાણ પડ્યું હતું, જ્યારે અજિત પવારે આઠ વિધાનસભ્યો સાથે સત્તામાં સહભાગી થવાના શપથ ગ્રહણ કર્યા હતા.

તટકરેએ એમ પણ કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી એકનાથ શિંદે, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળ લડવામાં આવશે.

તેમણે એમ પણ કહ્યું હતું કે અમે અજિત પવારને મુખ્ય પ્રધાનપદે જોવા માગીએ છીએ, પરંતુ અત્યારે લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓના રાજકીય પડકારો છે.

સંબંધિત લેખો

Back to top button